શોધખોળ કરો
Advertisement
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા સંજય દત્તની મોટી જાહેરાત, કહ્યું- સ્વાસ્થ્ય કારણોસર લઈ રહ્યો છું બ્રેક
સંજય દત્તે નિવેદન પોસ્ટ કરીને લખ્યું, હેલો મિત્રો, હું મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મારા કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યુ છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવેલા સંજય દત્તે સ્વાસ્થ્યના કારણે કામમાંથી થોડા સમય માટે બ્રેક લીધો હોવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેણે કોઈ પ્રકારની અફા ન ફેલાવવાની વિનંતી પણ કરી છે.
સંજય દત્તે નિવેદન પોસ્ટ કરીને લખ્યું, હેલો મિત્રો, હું મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મારા કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે. હું મારા શુભચિંતકોને પરેશાન ન થવાની અપીલ કરું છું અને કંઈપણ ફાલતું અંદાજ ન લગાવતા. ટૂંક સમયમાં જ પરત ફરીશ.
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ગઇકાલે ડિસ્ચાર્જ થયો હતો. આ દરમિયન હોસ્પિટલ પાસે મીડિયા કર્મીઓ સામે હાથ હલાવીને તેમનો આભાર માન્યો હતો. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 8 ઓગસ્ટે સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. સંજય દત્તે ખૂદ હોસ્પિટલમાં દાખલ થયાની જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટથી આપી હતી.
સંજય દત્તની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે 2019માં પાનીપતમાં નજરે પડ્યો હતો. હાલ તે અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. ગઈકાલે તેની આગામી ફિલ્મ સડડક 2નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ પછી આવ્યો કોરોનાનો કેસ, જાણો શું લેવામાં આવ્યો મોટો નિર્ણય
કોરોનાની રસી અપાશે મફતમાં, જાણો કોણે કરી મોટી અને મહત્વની જાહેરાત
Corona Vaccine: ભારતમાં ક્યાં સુધીમાં આવશે કોરોનાની રસી ? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શું કહ્યું, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement