શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ પછી આવ્યો કોરોનાનો કેસ, જાણો શું લેવામાં આવ્યો મોટો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સરકારે માર્ચના અંતમાં કડક લોકડાઉન લાગુ કરીને સંક્રમણ પર કાબુ મેળવી લીધો હતો. તે સમયે અહીંયા માત્ર 100 લોકો જ વાયરસથી સંક્રમિત હતા. રવિવારે અહીયાં ઘરેલુ સ્તર પર સંક્રમણનો એક પણ કેસ સામે નહીં આવ્યાના સો દિવસ પૂરા થયા હતા.

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ સુધી કોરોનાનો કેસ આવ્યો નહોતો. પરંતુ આજે ઓકલેન્ડમાં એક જ પરિવારના ચાર લોકો કોરોનાથી સંક્રમિત મળી આવતા સમગ્ર શહેરમાં ફરીથી એક વખત કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પરિવારના સંપર્કમાં આવેલા તમામ લોકોને અલગ કરી દેવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ન્યૂઝીલેન્ડ વિશ્વમાં એક મિસાલની જેમ ઉભરીને સામે આવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સરકારે માર્ચના અંતમાં કડક લોકડાઉન લાગુ કરીને સંક્રમણ પર કાબુ મેળવી લીધો હતો. તે સમયે અહીંયા માત્ર 100 લોકો જ વાયરસથી સંક્રમિત હતા. રવિવારે અહીયાં ઘરેલુ સ્તર પર સંક્રમણનો એક પણ કેસ સામે નહીં આવ્યાના સો દિવસ પૂરા થયા હતા. કોરોના પર કાબુ મેળવવા માટે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્નના નેતૃત્વની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. તેમણે લોકડાઉનમાં લોકોને રોજની સ્થિતિથી માહિતગાર કર્યા હતા અને કડક લોકડાઉનનું પાલન કરી સંક્રમણનો સામનો કરવાનો ભરોસો અપાવ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોનાના આશરે 1500 મામલા સામે આવ્યા હતા અને તેમાંથી 22 લોકોના મોત થયા હતા. કોરોના પર કાબૂ મેળવી લીધા બાદ અહીંયા રૂટિન લાઇફ શરૂ થઈ હતી. 50 લાખની વસતિ ધરાવતાં દેશમાં લોકો હાલ બિંદાસપણે પબ, રેસ્ટોરાં અને બિચ પર જઈ રહ્યા છે. ભારતમાં આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક અઠવાડિયું લંબાવવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગતે કોરોનાની રસી અપાશે મફતમાં, જાણો કોણે કરી મોટી અને મહત્વની જાહેરાત Corona Vaccine: ભારતમાં ક્યાં સુધીમાં આવશે કોરોનાની રસી ? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શું કહ્યું, જાણો વિગત
વધુ વાંચો





















