શોધખોળ કરો
Advertisement
આ જાણીતા ફિલ્મ નિર્માતાની બળાત્કારના આરોપમાં ધરપકડ, મહિનાઓ સુધી કર્યું આવું કામ
બુધવારે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પીડિતાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટની મદદ લીધી.
કોલકાતાઃ શુક્રવારે કોલકાતામાં એક જાણીતા ફિલ્મમેકર અને રંગમંચના મોટા કલાકર સુદીપ્તો ચેટર્જી પર ગંભીર આરોપ લાગ્યો છે. આ ફિલ્મમેકરના રંચમંગ ગ્રૂપની એક વિદ્યાર્થીનીનો આરોપ છે કે આ ફિલ્મમેકરે તેના પર અનેક મહિલાઓ સુધી બળાત્કાર કર્યો છે. આ મામલે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે હજુ સધી આ મામલે પોલીસે વધારે કોઈ જાણકારી આપી નથી. બીજી બાજુ આરોપી ફિલ્મમેકરે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. હેવામાં હાલમાં આ કેસમાં આગળની કાર્રવાઈ કરવામાં આવી રહી છે.
બુધવારે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પીડિતાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટની મદદ લીધી. આ વિદ્યાર્થીનીએ જણાવ્યું કે થિયેટર સીનના રિહર્સલ દરમિયાન સુદીપ્તો દ્વારા યુવતીને જાતીય સતામણી સહન કરવી પડી હતી.
આ કેસમાં તાત્કાલીક કાર્યવાહી કરતાં પોલીસે આરોપી સુદીપ ચેટર્જીની ધરપકડ કરી હતી. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ કેસ વિશે જણાવ્યું હતું કે, 'પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ શ્વાસ લેવાની ટેકનીકનો અભિનય કરવામાં મદદરૂપ થવાના બહાને ગયા વર્ષે ડિસેમ્બરથી તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ફિલ્મ નિર્માતાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
પીડિતાએ શુક્રવારે સવારે ફૂલબાગાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પહેલા આરોપીને સાંજે ફુલબાગાન તેમના ઘરેથી અટકાયત કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. અધિકારીએ પુષ્ટિ આપી હતી કે પૂછપરછ દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સુદીપ્તો ચેટર્જીએ ગૂનો કબૂલ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે થિયેટર ગ્રૃપની અન્ય એક મહિલા સભ્યએ પણ શુક્રવારે ફિલ્મ નિર્માતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion