શોધખોળ કરો
Advertisement
બે ન્યૂઝ ચેનલોની સામે હાઈકોર્ટ પહોંચ્યા અજય દેવગન,શાહરૂખ,સલમાન સહિત ઘણા દિગ્ગજો
બોલીવૂડના પ્રમુખ નિર્માતાઓ સોમવારે રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉ સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે.
મુંબઈ: બોલીવૂડના પ્રમુખ નિર્માતાઓ સોમવારે રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉ સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. નિર્માતાઓએ કોર્ટેને ફિલ્મ ઉદ્યોગ સામે કથિત રીતે ગેર જવાબદાર અને અપમાનજનક ટિપ્પણી કરવા અથવા તો પ્રકાશિત કરવા રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉને રોકવા માટે અનુરોધ કર્યો છે. સાથે જ તેમણે અલગ-અલગ મુદ્દાઓ પર તેમના સદસ્યોની મીડિયા ટ્રાયલ રોકવાનો પણ આગ્રહ કર્યો છે.
ચાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી એસોસિએશનો અને 34 પ્રમુખ પ્રોડક્શન હાઉસ સાથે સાથે યશરાજ ફિલ્મ્સ અને આર એસ ઈન્ટટેનમેન્ટ દ્વારા દાખલ અરજીમાં ઉદ્યોગ જગત સાથે જોડાયેલા વ્યક્તિની ગોપનિયતાના અધિકારમાં હસ્તક્ષેપ કરવાથી રોકવાનો પણ વિરોધ કર્યો છે.
આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, કરણ જોહર, અજય દેવગન, અનિલ કપૂર, રોહિત શેટ્ટીના માલિકીવાળા પ્રોડક્શન હાઉસ પણ તેમાં સામેલ છે.
જેમાં રિપબ્લિક ટીવી, તેના પ્રધાન સંપાદક અર્નબ ગોસ્વામી અને પત્રકાર પ્રદીપ ભંડારી, ટાઉમ્સ નાઉ, તેના પ્રધાન સંપાદક રાહુલ શિવશંકર અને સમૂહ સંપાદક નવિકા કુમાર અને સાથે સાથે સોશિયલ મીડિયા મંચને બોલીવૂડની વિરૂદ્ધ કથિત રીતે ગેર જવાબદાર અને અપમાનજનક ટિપ્પણી કરવા અથવા પ્રકાશિત કરવાથી બચવા સંબંધી નિર્દેશ આપવાનો અનુરોઘ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion