શોધખોળ કરો
Advertisement
'કબીર સિંહ'ની કમાણી 350 કરોડને પાર, ફિલ્મ 'ઉરી' અને 'ભારત'ને છોડી પાછળ
શાહીદની આ ફિલ્મ માત્ર 25 દિવસમાં 350 કરોડ કરતા વધારેની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે વિકિ કૌશલની ઉરી અને સલમાનની ભારતને પાછળ છોડી દિધી છે.
મુંબઇ: બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ'ની કમાણી રેકોર્ડ બનાવી રહી છે. શાહીદ આ ફિલ્મની કમાણી હવે 350 કરોડ સુધી પહોંચી ગઇ છે. ફિલ્મમાં શાહિદ કપૂરની ભૂમિકાના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. શાહીદની આ ફિલ્મ માત્ર 25 દિવસમાં 350 કરોડ કરતા વધારેની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે વિકિ કૌશલની ઉરી અને સલમાનની ભારતને પાછળ છોડી દિધી છે.
ફિલ્મ કબીર સિંહ શાહિદ કપૂરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મમાં કેટલાક વિવાદાસ્પદ સીનના કારણે તેની ટિકા પણ થઇ રહી છે. જો કે ટિકાની કોઇ અસર તેના પર થઇ રહી નથી. અત્યાર સુધી બે ફિલ્મો જ એવી હતી જે 300 કરોડથી વધારેની કમાણી કરી છે. ફિલ્મ 'ઉરી' અને 'ભારત' આ ફિલ્મે 300 કરોડથી વધારેની કમાણી કરી છે. ઉરી ફિલ્મે બોક્સ ઓફિસ પર 338 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે સલમાન ખાનની ભારતે 304 કરોડની કમાણી કરી છે. કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રીમેક ફિલ્મ છે. બંને ફિલ્મોનુ નિર્દેશન સંદીપ વાંગા રેડ્ડી દ્વારા કરવામાં આવ્યુ હતુ. કબીર સિંહ ફિલ્મ દેશભરમાં 21 જૂનના દિવસે રિલીઝ થઈ હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement