શોધખોળ કરો
Advertisement
શહનાઝના સ્વયંવરથી ભડક્યો તેનો પરિવાર, ચેનલને આપી ધમકી
શહનાઝ ગિલના ભાઈ શહબાઝે ધમકી પણ આપી છે કે લગ્નવાળો શો નહીં થવા થઈએ. પિતા સંતોષ ગિલનું કહેવું છે કે તે પોતાની પુત્રીના લગ્ન કોઈ રિયાલિટી શો દ્વારા નહીં થવા દે.
મુંબઈ: બિગ બૉસ સીઝન 13ના સમાપન પહેલા ‘મુઝસે શાદી કરોગે’ શોની જાણકારી આપવામાં આવી હતી. આ શો માં બિગ બોસ સીઝન 13ના બે કન્ટેસ્ટેન્ટ શહનાઝ ગિલ અને પારસ છાબડા ભાગ લેવાના છે. ત્યારે શહનાઝના પિતા અને ભાઈએ મુઝસે શાદી કરોગે શોમાં શહનાઝના સ્વયંવર લઈ વિરોધ કર્યો છે.
શહનાઝ ગિલના ભાઈ શહબાઝે ધમકી પણ આપી છે કે લગ્નવાળો શો નહીં થવા થઈએ. શહબાઝે ટ્વિટ કરીને લખ્યું કે, “મિત્રો અમે આ લગ્નવાળો શો નહીં થવા દઈએ. આ માત્ર પ્રોમો જ રહી જશે. અને પારસ સાથે તો બિલકૂલ નહીં કરે.” આ શોનો વિરોધ શહનાઝના ફેન્સ પણ કરી રહ્યાં છે.
મુઝસે શાદી કરોગે શોમાં શહનાઝ ગિલના ભાગ લેવા પર તેના પિતા સંતોષ ગિલે પણ નારાજગી વ્યક્ત કરી છે. સંતોષ ગિલનું કહેવું છે કે તે પોતાની પુત્રીના લગ્ન કોઈ રિયાલિટી શો દ્વારા નહીં થવા દે. શહનાઝના પિતાનું કહેવું છે કે, આ શો તેની પુત્રીના કરિયરને વધુ પ્રભાવિત કરી શકે છે. સંતોષ ગિલનું કહેવું છે કે, તે આ મામલે કલર્સ ટીવી સાથે વાત કરશે. જો ચેનલ તેમની વાત નહીં માને તો શિવસેનાની મદદ પણ લઈ શકે છે.Guys hamm yeh shadi walla show nhi hone denge yeh sirf promos he reh jayege inke pass.. Aur paras ke sath tu bilkul bhi nhi karegi ... So chill guys just enjoy... And take part in trend also#RealWinnerShehnaaz
— Shehbaz Badesha (@Shehbazbadesha) February 15, 2020
આ સ્વયંવર શો ઘણો લોકપ્રિય ટીવી શો રહ્યો છે. આ શો દરમિયાન રાખી સાવંત અને રાહુલ મહાજને લગ્ન પણ કરી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement