શાહરૂખ ખાને ચાર મહિના બાદ સોશિયલ મીડિયા પર કરી વાપસી, પુત્ર આર્યનની જામીન બાદ કરી પહેલી પોસ્ટ
સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે છેલ્લા કેટલાક સમયથી તેનું અંગત જીવન ખૂબ જ પડકારજનક રહ્યું.. દરેક પરિસ્થિતિનો સામનો કરીને કિંગ ખાને ફરી એકવાર પોતાના ચાહકોની વચ્ચે સોશિયલ મીડિયા સ્ટેજ પર શાનદાર વાપસી કરી છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે છેલ્લા કેટલાક સમયથી તેનું અંગત જીવન ખૂબ જ પડકારજનક રહ્યું.. દરેક પરિસ્થિતિનો સામનો કરીને કિંગ ખાને ફરી એકવાર પોતાના ચાહકોની વચ્ચે સોશિયલ મીડિયા સ્ટેજ પર શાનદાર વાપસી કરી છે. શાહરૂખ ખાન ચાર મહિનાથી વધુ સમય બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો છે. શાહરૂખે આ પહેલા સપ્ટેમ્બર 2021માં ગણેશ ચતુર્થીના અવસર પર છેલ્લી પોસ્ટ કરી હતી. આ પછી આજે એટલે કે 19 સપ્ટેમ્બરે બાદ આજે 20 જાન્યુઆરીએ પોસ્ટ કરી છે.
શાહરૂખ ખાનની પહેલી પોસ્ટ
શાહરૂખ ખાનની આ પોસ્ટની વાત કરીએ તો તેણે એક ઈલેક્ટ્રોનિક બ્રાન્ડની પોસ્ટ કરી હતી અને તેમાં તે તેની પત્ની અને ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાન સાથે જોવા મળે છે. શાહરૂખ ખાન અને ગૌરીની આ સ્ટાઈલ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
ગૌરી પણ સાથે જોવા મળી હતી
વીડિયોમાં શાહરૂખ ખાન આલીશાન બંગલામાં પહોંચવા માટે લક્ઝરી કાર ચલાવતો જોવા મળે છે. ઘરની અંદર પહોંચીને, સોફા પર આરામથી બેસી અને ટેલિવિઝન ચાલુ કરે છે. થોડી જ વારમાં તેની પત્ની ગૌરી ખાન આવે છે અને બંને સાથે બેસીને ટીવી જુએ છે. આ પોસ્ટે શાહરૂખના ચાહકોને ખુશ કરી દીધા કારણ કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેતાને યાદ કરી રહ્યા હતા.
ચાહકોએ કહ્યું સ્વાગત
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. ત્યારથી શાહરૂખ ખાને સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. આવી સ્થિતિમાં શાહરૂખને સોશિયલ મીડિયા પર જોઈને ફેન્સ તેનું જબરદસ્ત સ્વાગત કરી રહ્યા છે.
">
યુઝર્સના રિએકશન
શાહરૂખની આ પોસ્ટ તેણે શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. તેમની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, આ આંકડો સતત વધી રહ્યો છે. આ સાથે ફેન્સ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અને 'કિંગ ઈઝ બેક' કહીને અભિનેતાનું સ્વાગત કરી રહ્યા છે.
બીજાએ લખ્યું, "આખરે તમે પાછા ફર્યા" એક યુઝરે કહ્યું, "આટલા લાંબા સમય પછી શાહરૂખની પોસ્ટ જોઈને આનંદ થયો... એસઆરકેને હંમેશા પ્રેમ કરો. આ સાથે એક યુઝરે ફની કોમેન્ટ લખી, 'આખરે ખાનસાબને આઈડીનો પાસવર્ડ યાદ આવી ગયો.'