બીજી ફિલ્મ મોહાબ્બતેમાં ઐશ્વર્યા અને તે મળતા નથી ઐશ્વર્યા આત્મહત્યા કરી દે છે. જ્યારે ત્રીજી ફિલ્મ દેવદાસમાં ઐશ્વર્યા તેનાંથી દૂર ચાલી જાય છે. અને આ રીતે તેમને ક્યારેય કોઇ ફિલ્મમાં સાથે વધુ કામ કરવાની તક મળી જ નથી.
2/6
શાહરૂખ ખાને ઉમેર્યુ કે, જ્યારે તેને ઐશ્વર્યા સાથે પહેલી ફિલ્મ મળી તો તે ફિલ્મમાં તે તેની બહેન હતી. આ ફિલ્મ હતી જોષ. આ બાદ લોકોએ શાહરૂખને તેની બહેન કહેવાનું શરૂ કરી દીધુ હતું.
3/6
ઐશ્વર્યાની સ્પિચ પત્યા બાદ કિંગ ખાન સ્ટેજ પર આવ્યો હતો અને કહ્યું હતું કે, તેની બદકિસ્મતી છે કે તેણે ઐશ્વર્યા સાથે કામ કરવાની ચોક્કસ તક ન મળી.
4/6
નવી દિલ્હીઃ લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્ઝનું 18 નવેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરૂણ ધવન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને બોલિવૂડજના અન્ય સ્ટાર્સ પણ સામેલ થયા હતા. સુપરસ્ટાર શાહરૂખ ખાને આ એવોર્ડ નાઈટને હોસ્ટ કરી અને ઐશ્વર્યા રાયને એક એવોર્ડથી સન્માનિત કરી.
5/6
શાહરૂ ખાને લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડન નાઇટને હોસ્ટ કરી હતી અને આ સમયે ઐશ્વર્યા રાય બચ્ચનને ટાઇમલેસ બ્યુટીનાં એવોર્ડથી સન્માનીત કરવામાં આવી હતી. આ એવોર્ડ મેળવીને ઐશ્વર્યા ઘણી જ ખુશ હતી અને તેણે એક્સેપ્ટન્સ સ્પિચ પણ આપી હતી.
6/6
રોમેન્સનાં કિંગ શાહરૂખ ખાને માધુરી, રાની, કાજોલ, દીપિકા અનુષ્કા, કેટરિના જેવી અનેક એક્ટ્રેસ સાથે તેમણે સ્ક્રિન પર જાદુ ચલાવી દીધો છે. છતા કિંગ ખાનને એક એક્ટ્રેસ સાથે જોડી ન બનાવી શકવાનો આજનાં દિવસ સુધી પસ્તાવો છે. આ વાતનો ખુલાસો શાહરૂખ ખાને લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ દરમિયાન કર્યો હતો.