શોધખોળ કરો
મિસ્ટ્રી ગર્લ સાથે પાર્ટીમાં ડાન્સ કરતો જોવા મળ્યો શાહરુખનો પુત્ર આર્યન ખાન, તસવીર વાયરલ
એક રિપોર્ટ અનુસાર, આર્યન ખાન લંડનની એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. આ મિસ્ટ્રી ગર્લ આર્યનની માતા ગૌરી ખાનને પણ મળી ચૂકી છે અને ગૌરીને આ બ્લોગર ખુબ પસંદ આવી છે.

મુંબઈ: બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેના કારણે તે ચર્ચામાં છે. આર્યન આ તસ્વીરમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે નજર આવી રહ્યો છે. એક તસ્વીરમાં આર્યન મિસ્ટ્રી ગર્લ સાથે ડાન્સ કરતો જોઈ શકાય છે. જ્યારે બીજી તસવીરમાં પોઝ આપતા નજર આવી રહ્યાં છે. તસ્વીરમાં આર્યન બ્લેક ડ્રેસમાં છે. જ્યારે આ મિસ્ટ્રી ગર્લ લાલ રંગના ડ્રેસમાં નજર આવી રહી છે. બન્નેની તસવીર કોઈ પાર્ટીની લાગી રહી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે.
ઉલ્લેખનીય છે કે આર્યન હાલમાં ફિલ્મ ધ લાયન કિંગના કારણે પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં હિંદી વર્ઝનમાં સિમ્બાની ભૂમિકા માટે આર્યને અવાજ આપ્યો છે. તેમની ડબિંગે દર્શકોને ખૂબજ પ્રભાવિત કર્યાં છે. આ ફિલ્મમાં મુફાસા માટે અવાજ આપ્યો છે. આ ફિલ્મે પાંચ દિવસમાં 69 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો છે.
એક અખબારનાં રિપોર્ટ અનુસાર, આર્યન ખાન લંડનની એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. આ મિસ્ટ્રી ગર્લ આર્યનની માતા ગૌરી ખાનને પણ મળી ચૂકી છે અને ગૌરી ખાનને આ બ્લોગર ખુબ પસંદ આવી છે.

વધુ વાંચો