શાહરૂખ ખાન કોલકાતા નાઇટરાઇડર્સનો માલિક છે અને તે લગભગ દરેક મોટી મેચમાં ટીમનો આત્મવિશ્વાસ વધારવા હાજર રહે છે.
2/6
કોલકાતા નાઇટરાઇડર્સ 2012 અને 2014માં આઈપીએલમાં વિજેતા બની હતી.
3/6
કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને બાથરૂમમાંથી વીડિયો ટ્વિટ કરતાં લખ્યું કે, મારી ટીમની જીત પર ગર્વ અનુભવી રહ્યો છું. જોકે, શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે આ વખતે જીતનો હિસ્સો ન બની શક્યો.
4/6
શાહરૂખે વીડિયોમાં કહ્યું કે, શૂટિંગમાં વ્યસ્ત હોવાથી કોલકાતા નાઇટરાઇડર્સના મારા ખેલાડીઓ સાથે વાત નથી કરી રહ્યો. શાહરૂખે શૂટિંગમાં વ્યસ્ત થાય તે પહેલા સ્નાન દરમિયાન જ ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપ્યા. શાહરૂખે આ ટ્વિટ #KKRHaiTayyar હેશટેગ સાથે કર્યું છે.
5/6
કોલકાતા જો ફાઇનલમાં પહોંચશે તો શાહરૂખ ખાન શૂટિંગમાંથી સમય નીકાળીને સ્ટેડિયમમાં મેચ જોવા હાજર રહેશે તેમ માનવામાં આવે છે.
6/6
નવી દિલ્હીઃ બુધવારે રાતે આઈપીએલ-11ના એલિમિનેટર મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 25 રનથી હાર આપીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવ્યું છે. જીત બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને કરેલું ટ્વિટ ચર્ચાનો વિષય બન્યું છે.