(Source: ECI/ABP News/ABP Majha)
રાજ કુંદ્રાને જોઈને પોલીસની હાજરીમાં શિલ્પા શેટ્ટીએ જોરથી બૂમો પાડી કહ્યું, ..........
પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજકુંદ્રા જેલમાં છે.ગત શુક્રવારે રાજ કુંદ્રાને લઇને પોલીસે તેમના ઘરે પહોંચી હતી,
Raj Kundra Police Custody:પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજકુંદ્રા જેલમાં છે.ગત શુક્રવારે રાજ કુંદ્રાને લઇને પોલીસે તેમના ઘરે પહોંચી હતી,
પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજકુંદ્રા જેલમાં છે.ગત શુક્રવારે રાજ કુંદ્રાને લઇને પોલીસે તેમના ઘરે પહોંચી હતી, આ સમયે શિલ્પા શેટ્ટી સાથે પૂછપરછ કરવામાં આવી હતી. આ સમયે રાજ કુંદ્રાને જોઇને શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા પર બૂમો પાડવા લાગી હતી.
પોલીસ જ્યારે રાજ કુંદ્રાને લઇને તેમના ઘરે પહોંચી હતી તો આ સમયે શિલ્પાએ રાજને કહ્યું હતું કે, “આપણી પાસે બધું જ હતું, તો આ બધું કરવાની શું જરૂર હતી” આ દરરમિયાન પોલીસે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી અને શિલ્પાનું નિવેદન લીધું હતું. પોલીસે શિલ્પા તેમના બાળકો સાથે રહે છે તે ઘરની તલાશી પણ લીધી હતી.
મીડિયા રિપોર્ટસ મુજબ જ્યારે પોલીસ રાજ કુંદ્રાને લઇને તેમના ઘરે પહોંચી અને શિલ્પાનું નિવેદન લીધું તો તે સમયે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પોલીસ પૂછપરછ દરમિયાન શિલ્પા અનેક વખત રડી પડી હતી.
જો કે પૂછપરછ દરમિયાન શિલ્પાએ તેમના પતિ રાજ કુંદ્રા નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. શિલ્પાએ રડતાં-રડતાં કહ્.યું કે, તેમને વિવાદાસ્પદ એપ હોટશોટ પર શું કન્ટેન્ટ બતાવવામાં આવતું હતું તેની કોઇ સ્પષ્ટ જાણકારી નથી. શિલ્પાએ પણ કહ્યું કે ઇરોટિકા,પોર્નથી એકદમ અલગ હોય છે. આટલું જ નહીં શિલ્પાએ દ્રઢ વિશ્વાસ સાથે એ પણ કહ્યું કે, તેમના પતિ રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બિઝનેસમાં સામેલ નથી.
રાજકુંદ્રાને 19 જુલાઇએ અશ્લિલ ફિલ્મ બનાવવાના મામલે પોલીસે ધરપકડ કરી હતી,. બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે અન્ય 10 લોકોની પણ ધરપકડ કરાઇ હતી. રિપોર્ટસ મુજબ રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મમાં મોટું રોકાણ કર્યું હતું અને તે તગડી કમાણી પણ કરતા હતા. આજે રાજ કંદ્રાને કોર્ટમાં હાજર કરાયા હતા અને તેમની 14 દિવસની પોલીસ કસ્ટડી વધારાઇ છે.