મુંબઇઃ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા નિભાવનારા એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. એક્ટર લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હતા. એક્ટર કવિ કુમાર આઝાદનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.
2/4
3/4
એક્ટરના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરને 2010માં પોતાનું 80 કિલો વજન સર્જરીને કારણે ઓછું કર્યું હતું. આ સર્જરી બાદ તેમની લાઇફ સરળ બની ગઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે લોકોએ મને મારા પાત્રને કારણે પસંદ કર્યો છે.
4/4
થોડા દિવસો અગાઉ એક્ટરના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. આ તસવીરમાં એક્ટરે કહ્યું હતું કે, ‘કીસી ને કહા હૈ કલ હો ના હો, મેં કહતા હું પલ હો ના હો. હર લમ્હા જિયો.’