તેણે વધુમાં કહ્યું કે, “ચાર્લી ચેપ્લિનના રોલને લઈ ઘણી ઉત્સાહિત છું. લેજેન્ડરી કોમેડિયનનો રોલ પ્લે કરવો મારા માટે સૌથી મોટી ચેલેન્જ છે. લોકોએ હંમેશા અંગુરી ભાભીને ટ્રેડિશનલ લુકમાં જોઈ છે પરંતુ હવે તેમને મારું અલગ રૂપ જોવા મળશે.”
2/4
અંગુરી ભાભીએ તેના નવા લુક અંગે કહ્યું કે, “શ્રીદેવીએ તમામ પાત્ર બખૂબી નિભાવ્યા અને ખાસ કરીને ચાર્લી ચેપ્લિનનો રોલ. જો હું તેના રોલને થોડો પણ ન્યાય આપી શકીશ તો ઘણું કહેવાશે. તે અનેક લોકો સહિત મારા માટે રોલ મોડેલ હતી. હું તેની સાથે સંકળાયેલી યાદોને તાજી કરી રહું છું. આ વાતનો મને ગર્વ છે.”
3/4
મુંબઈઃ ટીવીના જાણીતા શો ‘ભાભીજી ઘર પર હૈ’માં નવો ટ્વિસ્ટ આવનારો છે. જેમાં અંગુરી ભાભી તરીકે જાણીતી શુભાંગી અત્રે જાણીતા કોમેડિયન ચાર્લી ચેપ્લિનના લુકમાં નજરે પડશે. આ લુકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/4
ચાર્લી ચેપ્લિન લુકમાં શુભાંગી એકદમ શ્રીદેવી જેવી લાગી રહી છે. શ્રીદેવી સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં ચાર્લી ચેપ્લિન લુકમાં જોવા મળી હતી. ફિલ્મમાં કોમેડી સાથે તેના ચહેરાના હાવભાવે તમામનું દિલ જીત્યું હતું.