શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રીએ કથિત ઉત્પીડન મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો? જાણો વિગત
ટીવી એક્ટેસ શ્વેતા તિવારીની દિકરી પલકે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. પલકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી સ્થિતિ વિશે વિસ્તૃત જાણકારી આપતા ખુલાસો કર્યો છે.
મુંબઈ: લોકપ્રિય ટીવી એક્ટેસ શ્વેતા તિવારી તરફથી તેના પતિ અભિનવ કોહલી સામે ફરિયાદ દાખલ કરવાની ખબર બધાને ચોંકાવી દિધા છે.પૂર્વ બિગ બોસ વિજેતા શ્વેતાએ અભિનવ કોહલી સામે તેની દિકરી પર અશ્લીલ ટિપ્પણી કરવાનો અને મોબાઈલમાં અશ્લીલ તસવીરો દેખાડવાનો આરોપ લગાવ્યો છે.
હવે અભિનેત્રીની દિકરી પલકે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. પલકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી સ્થિતિ વિશે વિસ્તૃત જાણકારી આપતા ખુલાસો કર્યો છે.
પલકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ઘણાં ખુલાસા કર્યા છે. સૌ પહેલાં તેણે સપોર્ટ કરનારાઓનો આભાર માન્યો છે. પછી આ મુદ્દે વાત કરી છે. તેણે લખ્યું છે કે, 'આ વિશે મીડિયાની પાસે ફેક્ટ્સ નથી. હું પલક તિવારી, ઘણાં કિસ્સામાં ઘરેલૂ હિંસાનો શિકાર થઇ છું. મારી મા નહીં. જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી. તે દિવસ સિવાય ક્યારેય તેણે (અભિનવ કોહલી)એ મારી માને મારી નથી.' પલકે ખોટી અફવા ફેલાવનારાને પણ સંભળાવ્યું તેણે તેની મા શ્વેતાને કહ્યું કે, 'તે સૌથી સ્ટ્રોંગ વ્યક્તિ છે અને બધામાંથી હું જ એક એવી વ્યક્તિ છુ જે તેનાં સંઘર્ષનાં દિવસોની સાક્ષી રહી છે. તેથી ફક્ત મારો જ ઓપિનિયન ગણાશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, અભિનવે પલકને થપ્પડ મારી અને તેનાં પર અશ્લીલ ટિપ્પણીઓ કરી. હું તે વાતને ક્લિયર કરવાં માંગુ છુ કે, તેનાં સાવકા બાપ અભિનવ કોહલીએ તેને ફિઝિકલી છેડતી કે તેને ખોટી રીતે અડવાની હરકત કરી નથી. જોકે તેણે તે જરૂર કહ્યું કે, તે અપશબ્દો અને ખરાબ ટિપ્પણીઓ કરતો હતો. એવાં શબ્દ જે કોઇપણ મહિલાની ગરિમા પર સવાલ ઉઠાવે છે.' માતા શ્વેતા અંગે પલકે લખ્યું, 'હું અત્યાર સુધી જેટલાં લોકોને મળી છુ તેમાં મારી મા સૌથી સન્માનિત વ્યક્તિ છે. સૌથી આત્મનિર્ભર. જે ક્યારેય પોતાની જરૂરિયાતો માટે કોઇ બીજા પુરૂષ પર નિર્ભર રહી નથી.' આ આખા મેસેજની સાથે પલકે એક બ્લેક ફોટો પોસ્ટ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement