Sidhu Moosewala: મોત બાદ સિદ્ધુ મુસેવાલાનું ચોથી ગીત 'ચોરની' રિલીઝ, 2 કલાકમાં 2 લાખથી વધુ લોકોએ જોયુ.....
પંજાબના ઉભરતા સિંગરોમાંના એક સિદ્ધુ મુસેવાલાની મૃત્યુને એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે, આજે આ દુનિયામાં નથી પરંતુ તેના ગીતો સદાબહાર ગીતો ફેન્સની વચ્ચે ઓલવેઝ હિટ્સ છે.
Sidhu Moosewala: પંજાબના ઉભરતા સિંગરોમાંના એક સિદ્ધુ મુસેવાલાની મૃત્યુને એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે, આજે આ દુનિયામાં નથી પરંતુ તેના ગીતો સદાબહાર ગીતો ફેન્સની વચ્ચે ઓલવેઝ હિટ્સ છે. સિંગના મૃત્યુને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, અને તેના જૂના ગીતો હજુ પણ ચાર્ટમાં ટૉપ પર છે. એટલું જ નહીં, ધીમે ધીમે તેની ટીમ અને સિદ્ધુએ જેમની સાથે સહયોગ કર્યો હતો તેઓ તેમના ટ્રેક રિલીઝ કરી રહ્યા છે. આ સાથે હવે સિદ્ધુ મુસેવાલા અને ડિવાઈનનું ગીત 'ચોરની'ને આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. મુસેવાલાના મૃત્યુ બાદ આ તેમનું ચોથું ગીત છે જે ફેન્સની વચ્ચે લોકપ્રિય થઈ રહ્યું છે.
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના ચોથા ગીત 'ચોરની'નો ઓડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. રેપર ડિવાઈને તેને રિલીઝ કર્યું છે. જેને યુટ્યુબ પર 2 કલાકમાં 2 લાખ લોકો જોઇ ચૂક્યા છે.
નવા ગીતમાં મુસેવાલાની જુની સ્ટાઈલ જોવા મળી રહી છે. જેની શરૂઆતમાં પોતાની સિગ્નેચર સ્ટાઈલ વિશે જણાવતા મુસેવાલા કહે છે કે થાપી જ મારે છે, જેમાં બળ હોય છે. હત્યા બાદ સિદ્ધુ મુસેવાલાના ગીતો એસવાયએલ, વોર અને મેરાના ફેન્સની વચ્ચે આવ્યા છે. વિવાદોમાં આવ્યા પછી સરકારે SYL ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો. મુસેવાલાનું ત્રીજું ગીત 'મેરા ના' 7 એપ્રિલ 2023એ લૉન્ચ થયું હતું. જેને એક કલાકમાં 20 લાખ વ્યૂઝ મળ્યા અને ગીતને 7 લાખ લોકોએ પસંદ કર્યું અને 1.5 લાખ કોમેન્ટ્સ આવી હતી.
આ ગીતમાં નાઇજિરિયન રેપર બર્ના બૉય દ્વારા ગીતો દર્શાવવામાં આવ્યા હતા. મુસેવાલાના પરિવારનું કહેવું છે કે તેમના 40 થી 45 ગીતો પેન્ડિંગ છે, જે ધીમે ધીમે તેમના ફેન્સની વચ્ચે લાવવામાં આવશે.
સિદ્ધુ મુસેવાલાનું જીવન કેવુ રહ્યું -
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું એ દરેક કલાપ્રેમીનું મોટું સપનું હોય છે. આ માર્ગ પર ચાલવું દરેક માટે આસાન નથી હોતું પરંતુ કેટલાક લોકો પોતાના સંઘર્ષથી આ માર્ગ પર ના માત્ર ચાલતા હોય છે પરંતુ પોતાની એક અલગ ઓળખ પણ બનાવે છે. આજના આર્ટીકલમાં અમે તમને પંજાબી ઈન્ડસ્ટ્રીના એ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પોતાના અવાજથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે.
અમે વાત કરી રહ્યા છીએ શુભદીપ સિંહ સિદ્ધુ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલા વિશે. તે બહુ ઓછા લોકો જાણે છે. સિદ્ધુ મુસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ છે. આજે સિદ્ધુ મુસેવાલાનો જન્મદિવસ છે. સિંગરનો જન્મ 11 જૂન 1993ના દિવસે માણસાના મુસા ગામમાં ભોલા સિંહ અને ચરણ કૌરને ત્યાં થયો હતો. કહેવાય છે કે સિદ્ધુ મુસેવાલાને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને તે મોટા થઈને સફળ ગાયક બનવા માંગતો હતો. તેથી જ તેને પોતાનું તમામ ધ્યાન તેની ગાયકી પર કેન્દ્રિત કર્યું.
સિદ્ધુ મુસેવાલાની કેરિયર -
સિદ્ધુ મુસેવાલાના કરિયરની વાત કરીએ તો ગાયકે તેની કારકિર્દીની શરૂઆત ગીતો લખીને કરી હતી, પરંતુ ગાયનથી રાજકારણ સુધીની તેની સફર તેને આગળ લઈ ગઈ. પોતાની ગાયકીના જોરે સિદ્ધુએ માત્ર 29 વર્ષની ઉંમરમાં જ યુવાનોને પોતાના દિવાના બનાવી દીધા હતા. લોકો તેને યુવા દિલની ધડકન પણ કહેવા લાગ્યા હતા. આજે પણ એવું ન થઈ શકે કે કોઈ પાર્ટી કે લગ્નમાં સિદ્ધુના ગીતો ન વગાડવામાં આવે.
સિદ્ધુ મુસેવાલાનો સ્કૂલનો અભ્યાસ -
સિદ્ધુના સ્કૂલિંગ વિશે વાત કરીએ તો સિંગરે ગામની સરકારી સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂરું કર્યું. બાદમાં તેણે ગુરુ નાનક દેવ એન્જિનિયરિંગ કોલેજ લુધિયાણામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. સિંગિંગમાં સફળ થયા બાદ સિદ્ધુએ રાજકારણમાં આવવાનું વિચાર્યું અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. જોકે, ગાયકીની જેમ તેઓ રાજકારણમાં સફળ ન થઈ શક્યા અને ચૂંટણી હારી ગયા.
ઉલ્લેખનીય છે કે, પંજાબી ઈન્ડસ્ટ્રીના ઉભરતા સ્ટાર પર કોઈની નજર પડી અને 30 મે, 2022ના રોજ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હુમલાખોરોએ તેની થાર જીપ પર 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં મુસેવાલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગાયક ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતોએ તેમને આજે પણ અમર કરી દીધા છે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial