આદિત્ય નારાયણ એક સ્ટંટ કરતી વખતે પડી જતાં તેની આંખ પર ઈજા થઈ હતી. આ ઘટના બાદ આદિત્યને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ત્યાં થોડા દિવસો સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
2/5
મુંબઈઃ આર્જેન્ટીનામાં ચાલી રહેલા એક્શન ટીવી રિયાલિટી શો ખતરો કે ખિલાડીના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. આ શો દરમિયાન બે સ્પર્ધકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શો દરમિયાન બોલિવૂડના જાણીતા ગુજરાતી સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણને આંખમાં ઈજા થઈ છે. આ ઉપરાંત બિગ બોસ 11 ફેમ વિકાસ ગુપ્તાને સાપે ડંખ માર્યો હતો.
3/5
માર્ચ મહિનામાં આદિત્ય નારાયણની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અંધેરીના લોખંડવાલા સર્કલ નજીક રિક્ષા સાથે કાર અથડાવ્યા બાદ તેની સામે આઈપીસીની કલમ 338 & 279 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
4/5
ભોજપુરી ફિલ્મોમાં હોડ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી મોનાલીસાએ ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણની કિસિંગ સીન આપ્યો હતો. આ કિસિંગ સીન આદિત્ય નારાયણનું ગીત મૂડ બિગાડેલુમાં છે. લિપ લોક કિસનો આ વીડિયો વાયરલ થયો હતો.
5/5
આ ઉપરાંત ઇન્ડિગો એરલાઇન્સમાં ટ્રાવેલ દરમિયાન આદિત્ય નિર્ધારિત સીમા કરતા વધારે લગેજ લઇ જઈ રહ્યો હતો જ્યારે અધિકારીઓ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે આદિત્ય તેમના પર ભડક્યો હતો અને વિવાદ થયો હતો.