(Source: ECI/ABP News/ABP Majha)
Anant-Radhika Pre Wedding: અનંત-રાધિકાની પ્રી-વેડિંગમાં પરફોર્મ કરશે હોલિવૂડ સિંગર Rihanna, જાણો કેટલી વસૂલે છે ફી?
Anant-Radhika Pre Wedding: જામનગરમાં 1-3 માર્ચથી કપલ્સના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે
Anant-Radhika Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં 1-3 માર્ચથી કપલ્સના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગના સેલિબ્રેશનમાં સામેલ થવા માટે દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહરૂખથી લઈને દીપિકા પાદુકોણ સહિત અનેક સ્ટાર્સ પણ જામનગર પહોંચી ગયા છે.
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે હોલિવૂડ સિંગર રેહાના પણ પહોંચી હતી. ચાલો જાણીએ રેહાના અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે કેટલી ફી લે છે.
🎤 Rihanna rehearsing "Diamonds" for her upcoming concert in India. pic.twitter.com/b7ZaohuGFz
— FentyStats (@FentyStats) February 29, 2024
રેહાના અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવા માટે કેટલી ફી લે છે?
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં અરિજિત સિંહ, પ્રીતમ, બી પ્રાક, દિલજીત દોસાંઝ, હરિહરન અને અજય-અતુલનું પર્ફોર્મન્સ જોવા મળશે. ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રેહાના પણ આ યાદીમાં ટોચ પર છે, જે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર સિંગર્સમાં સામેલ છે. રેહાના ગુરુવારે જામનગર એરપોર્ટ પર જોવા મળી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે રેહાના મોટી રકમ વસૂલી રહી છે. જો કે આ ફીને લઇને કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, રેહાના એક ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ ($1.5 મિલિયન) થી 66 કરોડ રૂપિયા ($12 મિલિયન) વસૂલે છે.
રેહાનાના રિહર્સલના વીડિયો વાયરલ થઈ રહ્યા છે
આ બધાની વચ્ચે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરતા પહેલા રેહાનાના રિહર્સલના ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખરેખર રેહાના તેની ટીમ સાથે પહોંચી છે. તે ગઈકાલે મોડી સાંજે સાઉન્ડ ચેક કરવા અને તેના મોસ્ટ અવેઈટેડ પરફોર્મન્સ માટે રિહર્સલ કરવા સ્ટેજ પર પહોંચી હતી. સ્થળના બે વીડિયો ઓનલાઈન લીક થયા છે, જેમાં જોઈ શકાય છે કે રેહાનાના પરફોર્મન્સ માટે એક મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.