શોધખોળ કરો
Advertisement
શું બોલિવૂડની આ એક્ટ્રેસની થઈ ધરપકડ? ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સેમ ડ્રેસમાં બેકમાં દેખાઈ રહેલી યુવતીના હાથોમાં કોઈ પાછળથી હાથકડી લગાવે છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ સિલ્વર કલરના એક શિમર ડ્રેસમાં જોવા મળી રહી છે. તે ક્યાંકથી પસાર થતી જોવા મળી રહી છે અને બાદમાં એવો જ ડ્રેસ પહેરેલ અન્ય એક યુવતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સેમ ડ્રેસમાં બેકમાં દેખાઈ રહેલી યુવતીના હાથોમાં કોઈ પાછળથી હાથકડી લગાવે છે. જોકે વીડિયોમાં આ યુવતીનો ચહેરો દેખાતો નથી પરંતુ સોનાક્ષી સિન્હાનો આવાજ સ્પષ્ટ સંભળાય છે. તે કહે છે કે,‘તમે મારી આવી રીતે ઘરપકડ નથી કરી શકતા. શું તમે જાણો છો કે હું કોણ છું? મે કઈ કર્યું નથી.’ જોકે આ વીડિયો પાછળનું કારણ હાલ સ્પષ્ટ નથી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ એવું સામે આવ્યું છે કે સોનાક્ષી સિન્હા એક કોસ્મેટિક બ્રાન્ડની જાહેરાતની શૂટિંગ કરી રહી છે અને આ વીડિયો ક્લિપ તે જાહેરાતની છે. પરંતુ આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને સોનાક્ષીના કેટલાક ફેન્સ વીડિયોને લઈ હેરાન છે.
જોકે હાલ વીડિયો વિશે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આપને જણાવી દઈએ કે અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ તાજેતરમા રિલીઝ થઈ છે. ઉપરાંત તેની આગામી ફિલ્મ ‘મિશન મંગલ’ 15મી ઓગસ્ટે રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement