પ્રેરણા નામની એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડના માધ્યમથી તે સોનમને મળ્યો હતો. 2014માં આનંદે સોનમને પ્રપોઝ કર્યુ હતું અને કહેવાય છે કે સોનમે પ્રપોઝલ સ્વીકારવામાં મહિનાઓ લગાવ્યા હતા. કહેવાય છે કે આનંદ અહુજા 3000 કરોડની સંપત્તિનો માલિક છે.
2/7
આનંદને સ્નીકર્સ અત્યંત ગમતા હોવાને કારણે તેણે મલ્ટી-બ્રાન્ડ સ્નીકર કંપની શરુ કરી અને તેનું નામ આપ્યું, veg non veg. આ સિવાય શાહી એક્સપોર્ટ્સની પાર્ટનરશિપમાં તેણે Bhane નામની બ્રાન્ડ પણ શરુ કરી.
3/7
રિટેલ બિઝનેસ શીખવા માટે તેણે પોતાના અંકલના સ્ટોર Macy’s Inc.માં પણ કામ કર્યું. આ સિવાય USAમાં Amazon.omમાં પ્રોડક્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું.
4/7
આનંદ અહુજાના પિતા દિલ્હીના બિઝનેસમેન છે અને શાહી એક્સપોર્ટ્સ નામની કંપનીના માલિક છે. શાહી એક્સપોર્ટ્સ ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ હાઉસ છે. આનંદ અહુજા અત્યારે શાહી એક્સપોર્ટ્સનો મેનેજિંગ ડિરેક્ટર છે
5/7
સોનમ કપૂર અને આનંદ અહુજા ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે ક્યારે તેમણે સત્તાવાર પોતાના સંબંધને લઈને ખુલીને વાત નથી કરી. હવે જ્યારે તેમના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે જાણો કે સોનમનો થનાર પતિ આનંદ અહુજા આખરે છે કોણ?
6/7
આનંદ અહુજાના અમિત અને અનંત નામના બે નાના ભાઈઓ છે. આનંદે દિલ્હીની અમેરિકન એમ્બેસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. Univesity of Pennsylvaniaમાં તેણે ઈકોનોમિક્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. બાદમાં જાણીતી બિઝનેસ સ્કૂલ Whartonમાં MBA કર્યું.
7/7
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ટૂંકમાં જ બિઝનેસમેન આનંદ આહૂજાની સાથે 8 મેના રોજ લગ્ન કરશે. કપૂર પરિવારમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, રણવીર સિંહ સંગીતમાં ડાન્સ પર્ફોમ કરશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.