શોધખોળ કરો
સાઉથની હોટ એક્ટ્રેસનું રહસ્યમય મોત, મૃતદેહ ક્યાંથી મળ્યો એ જાણશો તો ચોંકી ઉઠશો, જાણો શાના કારણે બનેલી પ્રખ્યાત ?
જયશ્રી રામૈયાહ ડીપ્રેશનનો શિકાર બની હોવાથી અહીં સારવાર લઈ રહી હોવાનો મનાય છે. પોલીસે પ્રાથમિક રીતે જયશ્રી રામૈયાહે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
![સાઉથની હોટ એક્ટ્રેસનું રહસ્યમય મોત, મૃતદેહ ક્યાંથી મળ્યો એ જાણશો તો ચોંકી ઉઠશો, જાણો શાના કારણે બનેલી પ્રખ્યાત ? South actress Jayashree Ramaiah found dead know from where her dead body found સાઉથની હોટ એક્ટ્રેસનું રહસ્યમય મોત, મૃતદેહ ક્યાંથી મળ્યો એ જાણશો તો ચોંકી ઉઠશો, જાણો શાના કારણે બનેલી પ્રખ્યાત ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/26210209/jayshree.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બેંગલુરૂઃ સાઉથની હોટ એક્ટ્રેસ જયશ્રી રામૈયાહ સોમવારે મૃત હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. કન્નડ ફિલ્મોની અભિનેત્રી જયશ્રી રામૈયાહ ‘બિગ બોસ’માં પણ સ્પર્ધક તરીકે ભાગ લઈ ચૂકી છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, જયશ્રી રામૈયાહનો મૃતદેહ બેંગલુરૂના એક ઘરડાઘરમાંથી મળી આવ્યો છે. આ ઘરડાઘરમાં રીહેબિલિટેશ સેન્ટર પણ ચાલે છે. જયશ્રી રામૈયાહ ડીપ્રેશનનો શિકાર બની હોવાથી અહીં સારવાર લઈ રહી હોવાનો મનાય છે. પોલીસે પ્રાથમિક રીતે જયશ્રી રામૈયાહે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
જયશ્રી રામૈયાહે તેના સોશિયલ મીડિયા પેજ પર ઘણી વાર પોતાની જીંદગીનો અંત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાથી પોલીસે આ પ્રાથમિક તારણ કાઢ્યું છે પણ આ અંગે પૂરતી તપાસ કરવાની પોલીસે ખાતરી આપી છે.
જયશ્રી રામૈયાહ કન્નડ ભાષામાં ‘બિગ બોસ’ની ત્રીજી સીઝનમાં ચમકી હતી. જયશ્રી રામૈયાહના અકાળ મોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌને આઘાત આપી દીધો છે. ઘણી સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર જયશ્રી રામૈયાહના મોત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.
લાલ કિલ્લા પર જ્યાં PM ફરકાવે છે ત્રિરંગો, ત્યાં ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો, Photos
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)