RRR Sequel: RRRના ચાહકો માટે ગુડ ન્યૂઝ, રાજામૌલીએ ફિલ્મની સિક્વલ વિશે કર્યો મોટો ખુલાસો
SS Rajamouli on RRR Sequel: 'આરઆરઆર'ના ડિરેક્ટર એસએસ રાજામૌલીનું કહેવું છે કે તેમની બ્લોકબસ્ટર એક્શન હિટ ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે.
SS Rajamouli on RRR Sequel: 'આરઆરઆર'ના ડિરેક્ટર એસએસ રાજામૌલીનું કહેવું છે કે તેમની બ્લોકબસ્ટર એક્શન હિટ ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. 'વેરાયટી'ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મની સિક્વલ પર કામ શરૂ થઈ ગયું છે. ફિલ્મ નિર્માતાએ વેરાયટીને જણાવ્યું કે તેમના પિતા અને લેખક વિજયેન્દ્ર પ્રસાદ ફિલ્મની સ્ટોરી પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. ક્રાંતિકારી હીરો અને સંસ્થાનવાદી બ્રિટિશ લોકો સાથે બીજી પૌરાણિક લડાઈ માટે પાછા ફરવાના છે.
સિક્વલની કોઈ યોજના નહોતી
'RRR'ના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ 'વેરાયટી'ને કહ્યું, "જો કે સિક્વલનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે RRRની મોટી સફળતાએ તે શક્ય બનાવ્યું છે. જ્યારે અમે તેને બનાવી રહ્યા હતા ત્યારે અમને સિક્વલ વિશે કોઈ ખ્યાલ નહોતો. આરઆરઆર ફિલ્મ સફળ થયા બાદ અમે ભેગા થઈ તેની ચર્ચા કરી અલગ અલગ વિચારો રજૂ કર્યા અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું
સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે: રાજામૌલી
રાજામૌલીએ વધુમાં ઉમેર્યું, “આંતરરાષ્ટ્રીય સફળતા પછી જ્યારે ફરીથી સિક્વલનો વિચાર આવ્યો. ત્યારે મારા પિતરાઈ ભાઈ એમએમ કીરાવાણી જે મારી કોર ટીમનો પણ એક ભાગ છે. તે એક આઈડિયા લઈને અમારી પાસે આવ્યા અને એને સાંભળીને અમારા મોઢેથી ઓહહ શબ્દ નીકળી ગયો. ખૂબ જ સરસ આઇડિયા તેમને અમારી સમક્ષ રજૂ કર્યો અને તે ખૂબ જ સરસ હતો અમને બધાને આ આઇડિયા ખૂબ જ પસંદ આવ્યો. અને અમે સિક્વલ બનાવવાનું વિચાર્યું. તેણે ઉમેર્યું કે તેના પિતા વિજયેન્દ્ર પ્રસાદ, જેમણે હંમેશા તેમના માટે સ્ક્રિપ્ટ લખી છે. હાલમાં RRR સિક્વલની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. તે વાર્તા પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. એકવાર આ સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ જાય પછી આપણે જોઈશું કે તેને કેવી રીતે બનાવવી. ક્યારે બનાવવી અને તેને સ્ક્રીન પર કેવી રીતે રજૂ કરવી.
ઓસ્કાર તરફ આગળ વધી RRR
RRR એ ઓસ્કાર 2023ની શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીમાં, 9 કેટેગરીઓ માટે શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 'ઓરિજિનલ સોંગ' કેટેગરીમાં મેગ્નમ ઓપસની પસંદગી કરવામાં આવી છે. 'નાતુ નાતુ' સિવાય લિસ્ટમાં અન્ય 14 ગીતો છે. પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હવે અમે 24 જાન્યુઆરી 2023ના રોજ આખરી નોંધણી યાદી આવવાની રાહ જોઈ રહ્યા છીએ.