શોધખોળ કરો
બોલિવૂડના એક્ટર અને ભાજપના આ ઉમેદવાર પર 53 કરોડ રૂપિયાનું દેવું
ચૂંટણીફોર્મમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સની દેઓલનું નામ અજય સિંહ ધર્મેન્દ્ર દેઓલ છે. સની દેઓલ અને તેની પત્ની પાસે કુલ 87 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
![બોલિવૂડના એક્ટર અને ભાજપના આ ઉમેદવાર પર 53 કરોડ રૂપિયાનું દેવું sunny deol has property of 87 crores files his nomination from gurdaspur lok sabha seat બોલિવૂડના એક્ટર અને ભાજપના આ ઉમેદવાર પર 53 કરોડ રૂપિયાનું દેવું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/30080136/1-sunny-deol.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પંજાબના ગુરદાસપુર લોકસભા સીટથી ભાજપના સની દેઓલે સોમવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાના ચૂંટણી એફિડેવીટમાં સનીએ જણાવ્યું કે, તેની અને પત્ની પાસે કુલ 87 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેના પર 53 કરોડ રૂપિયાનું દેવું છે. ખાસ વાત એ છે કે, તેની પાસે પોતાની સાવકી માતા હેમા માલિનીની કરતાં ઘણી ઓછી સંપત્તિ છે. હેમા માલિની અને ધર્મેન્દ્ર પાસે 249 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ચૂંટણીફોર્મમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સની દેઓલનું નામ અજય સિંહ ધર્મેન્દ્ર દેઓલ છે. સની દેઓલ અને તેની પત્ની પાસે કુલ 87 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બંને પતિ-પત્ની પર અંદાજે 53 કરોડ રૂપિયાનું દેણું છે. સની દેઓલની પાસે અંદાજે 60 કરોડ રૂપિયાની અને પત્ની પાસે 6 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. જ્યારે સની પાસે 21 કરોડની અચલ સંપત્તિ છે. પત્ની પાસે કોઈ અચલ સંપત્તિ નથી.
સની દેઓલ પાસે 26 લાખ રૂપિયા રોકડ છે અને પત્ની પાસે 16 લાખ રોકડ છે. સાથે જ તેના બેંક ખાતામાં 9 લાખ અને પત્નીના બેંક ખાતામાં 16 લાખ રૂપિયા જમા છે. સની દેઓલ પાસે કુલ 21 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે.
સની દેઓલ અને તેની પત્નીએ બેંક પાસેથી અંદાજે 51 કરોડ રૂપિયાની લોન લીધી છે. તો પતિ-પત્ની પર અંદાજે 2.5 કરોડ રૂપિયાનું સરકારી દેવું પણ છે. સની દેઓલ પર 1.07 લાખ રૂપિયાનો જીએસટી ભરવાનો બાકી છે. તેની સામે કોઈ કેસ નથી.
![બોલિવૂડના એક્ટર અને ભાજપના આ ઉમેદવાર પર 53 કરોડ રૂપિયાનું દેવું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/30080149/2-sunny-deol.jpeg)
![બોલિવૂડના એક્ટર અને ભાજપના આ ઉમેદવાર પર 53 કરોડ રૂપિયાનું દેવું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/30080155/3-sunny-deol.jpeg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)