શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં સપ્ટેમ્બરથી જેલમાં બંધ આ એક્ટ્રેસને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
સેન્ડલવુડ ડ્રગ્સ રેકેટ કેસમાં એક્ટ્રેસની 4 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાગિનીને આજે (21 જાન્યુઆરી) કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સેન્ડલવુડ ડ્રગ્સ રેકેટ કેસમાં એક્ટ્રેસની 4 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
જજ આર એફ નરીમન, જજ નવીન સિન્હા અને જજ એમ જોસેફની બેન્ચે આ મામલે એક્ટ્રેસ તથા અન્યોને જામીન ન આપવા સંબંધિત કર્ણાટક હાઈકોર્ટના ગત મહિને ત્રણ નવેમ્બરના નિર્ણયને રદ કરી દીધો છે.
30 વર્ષીય રાગિની દ્વિવેદીને બેંગલુરુમાં ક્રાઈમ બ્રાન્ચે પાર્ટીઓ અને અન્ય કાર્યક્રમોમાં સાઈકેડેલિક ડ્રગ્સ પહોંચાડવામાં સામેલ એક આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે સંબંધો હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રાગિની પર નારકોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement