સુશાંત સિંહ રાજપૂતે 25 જૂને આ પ્રોપર્ટી પોતાના નામે કરાવી છે. જોકે ઘણી આંતરરાષ્ટ્રીય સંધી છે, જે મુજબ તેને કાયદાકીય માલિકીનો હક ન માની શકાય કારણ કે પૃથ્વીની બહારની દુનિયા પર સમગ્ર માનવજાતની છે, અને તેના પર કોઈ એક દેશની માલિકી ન હોઈ શકે. સંભાવનાઓ તો એવી દર્શાવાઈ રહી છે કે સુશાંતની આગામી ફિલ્મને પ્રમોટ કરવાની રીત પણ હોઈ શકે છે, જે અંતરિક્ષ પર આધારિત છે.
2/4
જોકે સુશાંત સિંહ રાજપૂતની જમીન એવા વિસ્તારમાં છે જેને પૃથ્વી પરથી જોઈ શકાય તેમ નથી. સુશાંત આ મામલે એક નિવેદન આપ્યું છે, ‘મારી માએ કહ્યું હતું કે મારી સ્ટોરી એવી હશે જે મારે પોતે બતાવવી પડશે. હું બસ આ જ કરી રહ્યો છું અને ચંદ્ર પર પહોંચી ગયો છું.’ સુશાંત સિંહ રાજપૂતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રીથી ખરીદી છે. જોકે શાહરુખ ખાનને તેનો એક ફેન પહેલાથી જ ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી ચૂક્યો છે.
3/4
સુશાંત સિંહ રાજપૂતે આ પ્લોટ સી ઓફ મસકોવીમાં ખરીદ્યો છે. નોંધનીય છે કે, તેણે આ પ્લોટ પર નજર રાખવા માટે એક દુરબીન પણ ખરીદ્યું છે.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે એવું કર્યું છે જે આજ સુધી સલમાન ખાન અને આમિર ખાન પણ નથી કરી શક્યા. સુશાંત સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા સ્ટાર કરતાં પણ આગળ નીકળીને ચંદ્ર પર પહોંચી ગયો છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તેણે ચંદ્ર પર જમીન ખરીદી છે.