શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત સિંહના ઘર થયેલ પૂજાનો Video થયો વાયરલ, પંડિતનો ખુલાસો- પૂજામાં રિયા ચક્રવર્તી.....
પંડિતે જણાવ્યું કે, આ પૂજા સતત 4 કલાક સુધી ચાલી હતી અને સુશાંત સતત ચાર કલાક સુધી આ પૂજામાં બેઠો હતો.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સુશાંત સિંહ પૂજા કરતાં જોવા મળી રહ્યો છે. સુશાંત સિંહના આ વીડિયોને લઈને અલગ અલગ વાતો સામે આવી રહી છે ત્યારે હવે આ પૂજા કરાવનાર પંડિત ગોવિંદ નારાયણે એબીપીને મહત્ત્વની જાણકારી આપી છે.
આ પૂજા સુશાંત સિંહ રાજપુતના બાંદ્રા સ્થિત કેપરી હાઈટ્સ બિલ્ડિંગના 15માં માળે આવેલ ફ્લેટ (મોંટ બ્લાોક પહેલાનું ઘર)માં રૂદ્રાભિષેકની પૂજા કરાવવામાં આવી હતા. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રિયા ચક્રવર્તી જોવા મળી નથી રહી. જે પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રીએ સુશાંતના આ ભાડાના ઘરમાં પૂજા કરાવી હતી તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ પૂજામાં રીયા સામેલ થઈ ન હતી. પંડિત અનુસાર, આ પૂજામાં સુશાંત સિંહ રાજપૂત, તેની બહેન મીતૂ સિંહ અને પતિ, કેટલાક અન્ય લોકો અને તેમના સ્ટાફના સભ્યો હાજર હતા.
પંડિતે જણાવ્યું કે, આ પૂજા સતત 4 કલાક સુધી ચાલી હતી અને સુશાંત સતત ચાર કલાક સુધી આ પૂજામાં બેઠો હતો. પંતિડજીએ જણાવ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પૂજા દરમિયાન સુશાંત બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરી રહ્યો હતો. પંડિતે કહ્યું કે, એ સમયે સુશાંત કોઈપણ રીતે ડિપ્રેશનમાં હોય એવું લાગતું ન હતું.
સાથે જ પંતિડજીએ કહ્યું કે, આ એક પૂજા પછી કોઈ અન્ય પૂજા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો અને તો ક્યારેય તેમણે સાંભળ્યું છે કે રિયા ચક્રવર્તીએ સુશાંતના કોઈ ઘર કે પછી પાવના ડેમના ફાર્મહાઉસ પર તંત્રમંત્ર સંબંધિત કોઈ પૂજા કરાવી હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion