શોધખોળ કરો
Advertisement
Video: ‘તારક મહેતા…’માં આ રીતે શૂટ થયો બબીતાજી-જેઠાલાલનો ડાન્સ, જુઓ પડદા પાછળનું રહસ્ય
દર્શકોને હતું કે હંમેશા થાય છે તેમ બબીતાજી અને જેઠાલાલનું પર્ફોર્મન્સ સાથે આવશે પરંતુ આ વખતે એવું ના થયું.
નવી દિલ્હીઃ ટીવીનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહેતો હોય છે. એ જ રીતે હાલમાં ગોલુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ગોકુલધામ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં દર્શકોને સૌથી વધારે રાહ હતી બબીતાજી અને જેઠાલાલના પર્ફોર્મન્સની, અને એનો જ વીડિયો સામે આવ્યો છે.
દર્શકોને હતું કે હંમેશા થાય છે તેમ બબીતાજી અને જેઠાલાલનું પર્ફોર્મન્સ સાથે આવશે પરંતુ આ વખતે એવું ના થયું. બબીતા અને ઐય્યરે ‘મેને તુજકો દેખા’ ગીત પર ડાન્સ કર્યો. જો કે, આ સોન્ગમાં પણ એક ડ્રીમ સિક્વન્સ બતાવાઈ હતી જેમાં બબીતાજી સાથે જેઠાલાલે ડાન્સ કર્યો. એટલે જેઠાલાલ અને બબીતાની જોડીને એકસાથે ડાન્સ કરતા જોવાની દર્શકોની ઈચ્છા તો પૂરી થઈ જ.
બબીતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આખું ગીત કઈ રીતે શૂટ થયું તે જોવા મળી રહ્યું છે. કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટરની કલાકોની મહેનત હોય છે. ત્યારબાદ આપણે 2-3 મિનિટનું પરફોર્મન્સ જોવા મળે એ વાત આ વીડિયોમાં જાણવા મળી રહી છે. મુનમુને શેર કરેલા BTS (બિહાઈન્ડ ધ સીન) વીડિયોમાં તમે આખું ગીત કઈ રીતે શૂટ થયું તે જોઈ શકો છો. એક ગીતનું શૂટિંગ કરવું આપણે ધારીએ છીએ તેટલું સહેલું નથી હોતું. કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટર સહિત આખી ટીમની કલાકોની મહેનત હોય છે. જે તેમણે માત્ર 2-3 મિનિટમાં આપણી સામે રજૂ કરવાની હોય છે. વીડિયોના અંતે કોરિયોગ્રાફરની ટીમ સાથે પણ મુનમુને તસવીર શેર કરી છે. સાથે જ તમે વીડિયોમાં જોઈ શકો છો કે કામની સાથે કેટલી મસ્તી કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકોને મજા પડી જશે.View this post on InstagramCredits : Song : Maine Tujhko Dekha Movie : Golmaal Again Music : @tseries.official
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement