ઉલ્લેખનીય છે કે કવિ કુમાર આઝાદ ઉર્ફે હાથીભાઇ કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમને આમીર ખાનની સાથે મેલા અને પરેશ રાવલની સાથે ફન્ટૂસમાં કામ કર્યુ હતું.
3/6
હાથીભાઇનું શરૂઆતમાં વજન 215 કીલો હતું, જોકે બાદમાં સર્જરી કરાવીને તેમને 80 કીલો વજન ઓછુ કરી દીધુ. ત્યારબાદ તેમની બૉડીનુ વજન 125 કીલો રહ્યું હતું. તેમની હાઇટની વાત કરીએ તો 5 ફૂટ 4 ઇંચની છે.
4/6
હાથીભાઇ, કવિ કુમાર આઝાદના ફેમિલીની વાત કરીએ તો, તેઓ બિહારના એક લૉએર મિડલ ક્લાસ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ મેરિડ છે તેમની પત્નીનું નામ નેહા દેવી છે. અને તેમના 2 બાળકો પણ છે.
5/6
કવિ કુમાર આઝાદનો જન્મ 12 મે, 1981ના રોજ બિહારમાં થયો હતો, તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ ભોજપુર એક્ટર પણ છે, એક્ટિંગના શરૂઆતી દિવસોમાં હાથીભાઇ બિહાર પોતાના ઘરેથી ભાગીને મુંબઇ આવી ગયા હતાં.
6/6
મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ. હાથીના રૂપમાં દેખાતા અભિનેતા કવિ કુમાર આઝાદનું 8 જુલાઇ, 2018ના દિવસે હાર્ટએટેક આવવાથી નિધન થઇ ચૂક્યું છે. રવિવારની રાત્રે કોમામાં ચાલ્યા ગયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. હાથીભાઇ એક શાનદાર કલાકારી વાળા એક્ટર હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની આગવી અદાકારીથી લોકોને જકડી રાખવામાં માહિર હતાં. અહીં અમે તમને તેમની બાયોગ્રાફીમાં ફેમિલી વિશે માહિતી આપી રહ્યાં છીએ.