શોધખોળ કરો
'તારક મેહતા..'ની સ્વીટ અને સિંપલ એક્ટ્રેસનો વેમ્પ અવતાર જોઈને તમે પણ ચોંકી જશો, ફોટોશૂટ વાયરલ
સોનાલી 11 વર્ષથી તારક મેહતા...શો સાથે જોડાયેલી છે.

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં સ્વીટ અને સિંપલ હાઉસવાઈફ અને બિઝનેસ વુમનની ભૂમિકા ભજવી રહેલ માધવી ભિડે (સોનાલિકા જોશી)નો લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટોશૂટમાંતેનો વૈંપિશ લુક જોવા મળી રહ્યો છે. સોનાલિકાનો આ ફોટોશૂટ ચર્ચામાં આવી ગયો છે.
સોનાલીનો આ નવો વેમ્પ લૂક તેનાં કોઇ નવાં પ્રોજેક્ટ માટે અપનાવ્યો છે. ફોટોશૂટની તસવીરો શેર કરતાં તેણે લખ્યું છે કે, 'વેંપિશ લૂક્સ!!! આ સિંપલ માધવીથી ખુબ અલગ છે. હવે હું કંઇ ચેલેન્જિંગ કરવા તૈયાર છું.' બ્લેક એન્ડ ગોલ્ડન આઉટફિટમાં સજેલી સોનાલી ઘણી જ ઇમ્પ્રેસિવ લાગી રહી હતી. લાંબા સમય સુધી એક કેરેક્ટર અદા કરીને આવી રીતે અચાનક લૂક બદલવો કંઇ સહેલી વાત નથી.
નોંધનીય છે કે, સોનાલી 11 વર્ષથી તારક મેહતા...શો સાથે જોડાયેલી છે. તે શોમાં આત્મારામ ભિડેની પત્ની માધવાની ભૂમિકા ભજવી રહી છે. જે ખુબજ સ્વિટ અને સિંપલ છે અને અચાર-પાપડનો બિઝનેસ કરે છે. સોનાલીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2006માં મરાઠી ફિલ્મ Waras Sarech Sarasથી કરી હતી. બાદમાં 2008માં તે તારક મેહતા શો સાથે જોડાઈ હતી.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
