શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા....’ શોને લાગ્યો વધુ એક ઝાટકો, 12 વર્ષ સુધી સાથે રહ્યા બાદ હવે આ એક્ટ્રેસે છોડ્યો શો
સૂત્રોનું કહેવું છે કે નેહાને એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ મળ્યો છે અને આ જ કારણે તેણે આ જાણીતા શોને છોડવાનું મન બનાવ્યું છે.
મુંબઈઃ ટીવીના જાણીતા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉનને કારણે ઘણાં દિવસ સુધી બંધ રહ્યો હતો પરંતુ હવો લોકડાઉન ખૂલ્યા બાદ શૂટિંગમી મંજૂરી મળતા નવા એપિસોડ લોગોને હસાવી રહ્યા છે. પરંતુ શોને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 12 વર્ષથી શોનો હિસોસ રહેલ એક્ટ્રેસ નેહતા મેહતાએ આ શોમાં હવે જોવા નહીં મળે. તે સીરિયલમાં અંજલિની ભૂમિકા ભજવી રહી હતી.
જાણકારી અનુસાર, નેહા મેહતાએ ‘તારક મેહતા કા ઉલ્ટા....’ શો કોઈ અન્ય પ્રોજેક્ટને કારણે છોડ્યો છે. સૂત્રોનું કહેવું છે કે નેહાને એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ મળ્યો છે અને આ જ કારણે તેણે આ જાણીતા શોને છોડવાનું મન બનાવ્યું છે. કહેવાય છે કે, નેહાએ શો છોડવાની જાણકારી મેકર્સને પહેલા જ આપી દીધી હતી. જ્યારે મેકર્સ તેને શોમાં પરત લાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એક્ટ્રેસ પોતાની કારકિર્દીને લઈને કંઈક અલગ યોજના બનાવી રહી છે અને શો છોડી દીધો છે.
શોમાં પરત લાવવાનો પ્રયત્ન નેહા મેહતાના શો છોડવાને લઈને શોના મેકર અસિત કુમાર મોદીના સત્તાવાર પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ‘તારક મેહતા...’શોમાં નેહા મેહતાએ છેલ્લે લોકડાઉન પહેલા શૂટિંગ કર્યું હતું. હજુ પણ શોના મેકર્સ સાથે તેને લઈને તેની વાત ચાલી રહી છે. લોકડાઉન પહેલા જ આપી હતી નોટિસ અસિત કુમાર મોદીના પ્રવક્તાએ એ પણ કહ્યું કે, ‘નેહા મેહતાએ શો છોડવા વિશે લોકડાઉન પહેલા જ જણાવી દીધું હતું, પરંતુ લોકડાઉનને કારણે તે સમયે પેપર વર્ક ન થઈ શક્યું. સત્તાવાર હવે નેતા આ શોનો ભાગ નથી. અહેવા અનુસાર મેકર્સે નેહાને શો ન છોડવા માટે કહ્યું પરંતુ તે માની નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement