શોધખોળ કરો
Advertisement
ફેન્સ માટે ખુશખબર, ‘તારક મહેતા…’શોમાં થઈ આ એક્ટ્રેસની વાપસી, લાંબા સમયથી ગાયબ હતી અભિનેત્રી
રિયા આહુજાનાં પતિ માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે, અભિનેત્રી પ્રિયા આહુજા શોમાં પરત ફરવાની જાહેરાત કરી છે.
મુંબઈઃ ટેલીવિઝનનાં સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’હંમેશા દર્શકોને પેટ પકડીને હસાવે છે. દયાબેન અને જેઠાલાલની જોડી ફેન્સ વચ્ચે ઘણી પોપ્યુલર છે. ત્યારે હવે આ શોનાં ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે. ત્યારે આ શોમાં રીટા રિપોર્ટરનો અભિનય કરનાર અભિનેત્રી પ્રિયા આહુજા પરત ફરી રહી છે. તે લાંબા સમયથી શોથી ગાયબ હતી. તેનું ગાયબ થવાનું કારણ હતું તેની પ્રેગ્નેંસી હતી.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રીટાએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. આ પ્રસંગે પ્રિયા આહુજાએ ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. પ્રિયા આહુજાએ મેટરનિટી લીવ લીધી હતી. હવે તે પુરી થઈ અને શોમાં વાપસી કરી છે. રીટાના ફેનમાં આ સમાચાર સાંભળી ઉત્સાહનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયા આહુજાનાં પતિ માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે, અભિનેત્રી પ્રિયા આહુજા શોમાં પરત ફરવાની જાહેરાત કરી છે. આ શોમાં જલ્દીથી રીટા રિપોર્ટરનાં રોલમાં જોવા મળશે. માલવે પોસ્ટ શેર કરતા લખ્યું કે, રીટા પોતાની મેટરનીટી બ્રેક પરથી પરત આવી ગઈ છે. આ સાંભળીને તારક મહેતા શોના ફેન્સમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement