શોધખોળ કરો
Advertisement
શું આલીશાન મેંશનમાં રહે છે દિલીપ જોશી? ‘જેઠાલાલ’એ કર્યો ચોંકાવનારો ખુલાસો
મેંશનને લઈને જ્યારે જેઠાલાલને સવાલ કરવામાં આવ્યો ત્યારે જે જવાબ આપ્યો એ બધાને ચોંકાવનારો હતો.
મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સ દિશા વાકાણી અને દિલીપ જોશીને લોકો તેના રિયલ નામ કરતાં રીલ નામથી વધારે જાણે છે. કહેવાય છે કે, દિલીપ જોશી એટલે કે જેઠાલાલ શોના અન્ય સ્ટાર્સ કરતાં સૌથી વધારે ફી લે છે. એવામાં સોશિયલ મીડિયા પર અફવા છે કે દિલીપ જોશીની પાસે ખુધનું આલીશન મેંશન છે. જોકે હવે આ વાતને લઈને ખુધ જેઠાલાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મેંશનને લઈને જ્યારે જેઠાલાલને સવાલ કરવામાં આવ્યો ત્યારે જે જવાબ આપ્યો એ બધાને ચોંકાવનારો હતો. તેમણે જવાબ આપ્યો કે, સોશિયલ મીડિયામાં લોકો જેમ તેમ લખે છે અને બોલે છે. લોકોની અફવાને કારણે હવે તો મને મારા મિત્રો પણ કહે છે કે ક્યાં છે તારૂ ઘર અમને પણ બતાવ. પરંતુ હુ એકદમ સાદી અને સરળ જિંગદી જીવું છું.
પોતાનાં સંઘર્ષ વિશે વાત કરતા દિલીપ જોશી જણાવે છે કે, હું ભગવાનનો એટલો આભાર માનું કે, મને આટલા સારા દિવસો બતાવ્યાં. મને લાગે છે કે હું ગુરૂઓનાં આશીર્વાદનાં કારણે અહીંયા સુધી પહોંચ્યો છું. ઉલ્લેખનીય છે કે શોમાં બધાને દિશા વાકાણી એટલે કે દયાભાભીની રાહ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion