(Source: ECI/ABP News/ABP Majha)
દુલ્હન બનશે બાહુબલી એક્ટ્રેસ Tamannaah Bhatia, લગ્ન માટે પાડી હા, જાણો ક્યારે લેશે સાતફેરા?
Tamannaah Bhatia: બાહુબલીની અભિનેત્રી તમન્ના ભાટિયા તેના લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં રહે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમન્નાએ બિઝનેસમેનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.
Tamannaah Bhatia News: ટૂંક સમયમાં બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાના ઘરે શરણાઈ સંભળાશે. હા, બોલિવૂડની બ્યુટી ક્વીન તમન્ના ભાટિયાના લગ્નની ચર્ચા જોરમાં છે. એવા અહેવાલો છે કે તમન્ના ટૂંક સમયમાં મુંબઈના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી શકે છે. આખરે સત્ય શું છે? ચાલો જાણીએ....
તમન્ના ભાટિયા લગ્ન કરવા જઈ રહી છે?
તમન્ના ભાટિયાએ દુલ્હન બનવાની પૂરી તૈયારી કરી લીધી છે. અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેજેના લીધે અભિનેત્રી કોઈ નવો પ્રોજેક્ટ સાઈન કરી રહી નથી કારણ કે તે જલ્દી લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે અને તેને પોતાના માટે થોડો સમય જોઈએ છે.
બિઝનેસમેન સાથે લેશે સાત ફેરા
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમન્નાએ બિઝનેસમેનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને લગ્ન માટે હા પણ કહી દીધી છે. જો કે અભિનેત્રીએ હજુ સુધી તેના લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી, જો કે આ બાબતનો ઇનકાર પણ કર્યો નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમન્ના ભાટિયા જલ્દી જ તેના લગ્નને લઈને સત્તાવાર જાહેરાત કરી શકે છે.
અભિનેત્રીએ આપી અનેક હીટ ફિલ્મો
તમન્ના ભાટિયાની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રીએ ઘણી હિન્દી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. તમન્ના સાઉથ સિનેમાનું પણ મોટું નામ છે. તમન્નાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાંથી એક બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી છે.
અગાઉ પણ ઉડી હતી લગ્નની અફવા
લગ્ન વિશે વાત કરતા તમન્ના ભાટિયાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે લગ્ન કરી લેશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે તમન્નાના લગ્નની ચર્ચા થઈ રહી છે. આ પહેલા પણ અભિનેત્રીના લગ્નની અફવાઓ ઉડી હતી. પણ એ વાતોમાં કોઈ સત્ય નહોતું. હવે આ વખતે તમન્ના ભાટિયા લગ્ન કરે છે કે નહીં તે તમને જલ્દી જ ખબર પડી જશે.
View this post on Instagram