શોધખોળ કરો
Advertisement
દયાબેન વિશે જેઠાલાલને પૂછવામાં આવ્યો સવાલ તો કહ્યું કે, મારી પણ ઇચ્છા છે કે.....’
દિશાએ મુંબઈના સારામાં સારા CA સાથે 2015માં લગ્ન કર્યા હતા. 2017માં તેના ઘરે એક બેબીનો જન્મ થયો ત્યારથી એ મેનેટરી લીવ પર છે.
મુંબઈઃ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોમાં ખૂબ જ જાણીતો છે. શોના તમામ કિરદારો પણ પોતાની એક્ટિંગ અને અનોખા કોમિક અંદાજથી દર્શકોના દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. છેલ્લા બે વર્ષથી ફેન્સ દયાબેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે એવું લાગે છે કે દિશા વાકાણી શોમાં વાપસી નહીં કરે. શોમાં દયાબેનના પતિ જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીને પણ ઇવેન્ટ્માં દિશા વાકાણી સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવતા હોય છે. એક ઇવેન્ટમાં જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે સામે જ દિશા વિશે સવાલ પૂછી લીધો હતો.
દિશા વાકાણી વિશે તમે કંઈ કહેવા માંગો છો આવો સવાલ જ્યારે દિલીપ જોશીને પૂછવામાં આવ્યો ત્યારે જેઠાલાલે કહ્યું કે, તમે જણાવો દિશા ક્યા છે. હું પણ જાણવા માંગુ છું કે ક્યાં છે એ. દિલીપે દિશાની વાપસી પર કહ્યું કે, આ તો નિર્માતાનો જ નિર્ણય છે એમા હું કઈ કરી ન શકું. હું તો માત્ર કલાકાર છું. મારી પણ ઈચ્છા તો છે કે દિશા શોમાં ફરીથી આવે.
ઉલ્લેખનીય છે કે દિશાએ મુંબઈના સારામાં સારા CA સાથે 2015માં લગ્ન કર્યા હતા. 2017માં તેના ઘરે એક બેબીનો જન્મ થયો ત્યારથી એ મેનેટરી લીવ પર છે. બસ ત્યારથી જ બધા ફેન્સ તેની રાહ જોઈ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement