નોંધનીય છે કે કેએલ રાહુલે આઈપીએલ 2018માં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમે છે અને હાલ તે ટીમ ઈન્ડિયા સાથે ઇંગ્લેન્ડ ટૂર પર છે.
2/5
રાહુલનું નામ આ પહેલા પણ અનેક યુવતીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. આ પહેલા તેનું નામ મોડલ નાહર સાથે જોડાયું હતું. જે પછી નિધિ અગ્રવાલ અને રાહુલ પણ અવારનવાર જાહેરમાં એકબીજા સાથે જોવા મળ્યાં હતાં.
3/5
નીચે કેએલ રાહુલે લખ્યું હતું કે, ’બસ એક ફોન દૂર સોનમ.’ જે પછી સોનમે હાર્ટ ઈમોજી બનાવીને રાહુલને રાતે ડેટ માટે પૂછ્યું હતું. કેએલ રાહુલે કન્ફ્યૂઝ ઈમોજી અપલોડ કરતાં સોનમ બાજવાને ટેગ કરી હતી. જે પછી સોનમે ફની રિપ્લે આપ્યો હતો. બન્ને વચ્ચેની આ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
4/5
નોંધનીય છે કે, પંજાબી હોટ એક્ટ્રેસ સોનમ બાજવા સાથેની તેની ચેટ વાઈરલ થઈ છે. એક તસવીર રાહુલ તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. છ દિવસ પહેલા સોનમે એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ’સૂર્યાસ્ત જોતા તારા વિશે વિચારી રહી છું.’ જેમાં રાહુલે નીચે કમેન્ટ કરી હતી.
5/5
નવી દિલ્હીઃ કેએલ રાહુલ હંમેશા ચોગ્ગા-છગ્ગા માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે અલગ મામલે ચર્ચામાં આવ્યા છે. પહેલા બોલિવૂડ એક્ટ્રેસ નિધી અગ્રવાલની સાથે તેનું નામ જોડાયું હતું. ત્યાર બાદ તેણે માત્ર મિત્ર હોવાનું કહ્યું હતું. પરંતુ હવે તેની એક ચેટ વાયરલ થઈ રહી છે. ત્યાર બાદ તેની લવ લાઈફની ચર્ચા થવા લાગી છે.