(Source: ECI/ABP News/ABP Majha)
'તારક મહેતા'માં દયાબેનની વાપસીને લઇને આવ્યા મોટા સમાચાર, દિશાએ મેકર્સ પાસે મુકી હતી આ 3 શરતો, જાણો
શૉમાં દયા બેનની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ દિશા વાકાણી (Disha Vakani) ની જે અત્યારે સીરિયલનો ભાગ નથી. દિશાએ વર્ષ 2017 માં આ શૉ મેટરનિટી લીવ પર ગયા બાદ છોડી દીધો હતો.
Taarak Mehta Ka Ooltah Chashmah: કૉમેડી ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)એ તાજેતરમાં જ પોતાના 14 વર્ષ પુરા કરી લીધા છે. આ ટીવી સીરિયલ વર્ષ 2008થી પ્રસારિત થઇ રહી છે અને આજે પણ દર્શકોની હૉટ ફેવરેટ છે. આ ટીવી સીરિયલમાં એકથી એક ચઢિયાતા સ્ટાર દેખાય છે, જેમાં જેઠાલાલ બનેલા દિલીપ જોષી (Dilip Joshi) થી લઇને બાપુજી બનેલા અમિત ભટ્ટ (Amit Bhatt) અને બબિતા જી બનેલી મુનમુન દત્તા (Munmun Dutta) સુધી સામેલ છે. આ 14 વર્ષોમાં આ ટીવી સીરિયલે કેટલાય ઉતાર ચઢાવ જોયા છે. જોકે, હાલમાં કેટલાક સ્ટાર શૉ છોડીને નીકળી ગયા છે, જેની ભરપાઇ હજુ સુધી કોઇ નથી કરી શક્યુ.
આજે અમે વાત કરી રહ્યાં છીએ આ શૉમાં દયા બેનની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ દિશા વાકાણી (Disha Vakani) ની જે અત્યારે સીરિયલનો ભાગ નથી. દિશાએ વર્ષ 2017 માં આ શૉ મેટરનિટી લીવ પર ગયા બાદ છોડી દીધો હતો. જોકે, મેકર્સ દ્વારા કેટલોય એપ્રૉચ કર્યા બાદ પણ એક્ટ્રેસે આ શૉમાં વાપસી નથી કરી.
સમાચારોનુ માનીએ તો, જોકે, બાદમાં થાકેલા મેકર્સે એટલે સુધી કહી દીધુ કે જો દિશા વાકાણી સીરિયલમાં વાપસી નથી કરતી તો આ શૉ નવી દયા બેન સાથે આગળ વધશે. જોકે, આ પછી એવા સમાચારો પણ આવ્યા કે દિશા વાકાણીએ શૉમાં કમબેક કરવા કેટલીક શરતો રાખી હતી.
આ શરતમાની એક હતી કે તે પ્રતિ એપિસૉડ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, શરત એવી પણ હતી કે દિવસભર માત્ર થોડાક કલાકો જ શૂટિંગ માટે આપશે. વળી, એક્ટ્રેસની છેલ્લી શરત એ પણ હતી કે તેના બાળક માટે સેટ પર એક નર્સરી પણ બને. જોકે, હવે સમાચારો આવી રહ્યાં છે કે દિશા વાકાણીના આ શૉમાં પાછા આવવાની ચાન્સ ના બરાબર છે.