અસિત મોદી વિરૂદ્ધ FIR નોંધાયા બાદ Jennifer Mistryએ કર્યો ખુલાસો, જણાવ્યું ચૂપ રહેવાનું કારણ
Jennifer Mistry: જેનિફર મિસ્ત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અભિનેત્રીએ હવે આ સમગ્ર મામલે ખુલીને વાત કરી છે અને કહ્યું છે કે તેણે આવું કેમ કર્યું.
![અસિત મોદી વિરૂદ્ધ FIR નોંધાયા બાદ Jennifer Mistryએ કર્યો ખુલાસો, જણાવ્યું ચૂપ રહેવાનું કારણ After the FIR was registered against Asit Modi, Jennifer Mistry opened up about her reasons for remaining silent અસિત મોદી વિરૂદ્ધ FIR નોંધાયા બાદ Jennifer Mistryએ કર્યો ખુલાસો, જણાવ્યું ચૂપ રહેવાનું કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/2bbd04e92acea50616e79bac22e5c6491687412087621723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jennifer Mistry On Asit Modi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ઘણા સમયથી વિવાદમાં છે. આ સિરિયલમાં મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત કુમાર મોદી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે અસિત વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ પણ દાખલ કર્યો છે. પવઇ પોલીસે આ મામલે FIR નોંધી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જેનિફરે કહ્યું કે તે અસિતની જાહેરમાં માફી માંગવા માંગે છે.
View this post on Instagram
ETimes ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે અસિત મોદી વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું તેને મારા પર એટલા ગંભીર અને ખોટા આરોપ લગાવ્યા છે. જો હું આટલી જ પરેશાન કરતી હતી તો આટલો લાંબો સમય શો માં મને સહન કેમ કરી?દિલકુશના જવા બાદ મને શો માં ફરી કેમ લેવામાં આવી. હું પહેલા દિવસથી જ આ વાત કહી રહી છું હું જાહેરમાં તેમની માફી માગવા માગું છું. સોહિલે તેના જ નિવેદનને કેમ ફેરવી તોડ્યું? પહેલા હું ગાળો બોલું છું પછી હું તેની સારી મિત્ર છું અને હું તેની મદદ કરું છું.
હોળી પર બે કલાકનો વિરામ પણ ન આપ્યો
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું, "છેલ્લો દિવસ હોળી અને 7 માર્ચે મારી વર્ષગાંઠ હતી. મેં પહેલેથી જ જાણ કરી દીધી હતી કે મારે અડધા દિવસની રજાની જરૂર છે કારણ કે મારી દીકરી ખરેખર તે દિવસની રાહ જુએ છે. તે હોળીની રાહ જુએ છે. મેં તેને એક વિકલ્પ પણ આપ્યો હતો. કે જો તે મને બે કલાકનો વિરામ આપે તો હું પછી આવી જઈશ. તેણે મારા સિવાય બધા માટે એડજસ્ટમેન્ટ કર્યું.હું તેને વિનંતી રહી પણ તેણે મારી વાત ન સાંભળી.
તારક મહેતાનો સેટ એક પુરુષવાદી સ્થળ છે
તેણે તમામ પુરૂષ કલાકારો માટે એડજસ્ટમેન્ટ કર્યું. તે ખૂબ જ પુરુષવાદી સ્થળ છે. સોહિલે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને મને શો માંથી ચાર વાર નિકાળી દેવાની વાત કરી. ત્યારે ક્રિએટિવ પર્સન જતિને મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો. આ બધું સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયું છે. આ બધુ મારી સાથે 7 માર્ચે થયું. મેં વિચાર્યું કે તેઓ મને બોલાવશે પરંતુ 24મી માર્ચે સોહિલે મને નોટિસ મોકલી કે મે શો છોડી દીધો છે અને તેમનું નુકસાન કર્યું છે. આ તો ઊલટું ચોર કોટવાલને ડાટે તેવી વાત થઈ. તેઓ મને ડરાવવા માંગતા હતા.
મેકર્સે જેનિફર પર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો હતો
મેં તેમને જવાબ આપ્યો કે મારી જાતીય સતામણી કરવામાં આવી છે. મેં એક ડ્રાફ્ટ મોકલ્યો હતો અને તેઓએ મને એમ કહીને પરત કરી દીધો કે હું તેમના પૈસા પડાવવા માંગતી હતી મે તે દિવસે નિર્ણય કર્યો. મને જાહેરમાં માંગવી જોઈએ. મે એક વકીલની મદદ લીધી. 8 માર્ચે મે અસિત મોદી, સોહિલ રમાની અને જતીન બજાજ એમ ત્રણેયને નોટિસ મોકલી અને બધા જ સરકારી અધિકારીઓને મેલ કરીને રજીસ્ટ્રી પણ કરાવી. મને તેના પર કોઈ જવાબ આપવો નથી. જો કે મને વિશ્વાસ છે કે તેઓ આ બધુ જોઈ રહ્યા હશે અને આ મામલાની તપાસ કરી રહ્યા હશે.
જેનિફર આટલા લાંબા સમય સુધી કેમ ચૂપ રહી?
જ્યારે પૂછવામાં આવ્યું કે તે આટલા લાંબા સમય સુધી ચૂપ કેમ રહી? આ સવાલના જવાબમાં જેનિફરે કહ્યું હતું કે, “હું બે મહિના સુધી ચૂપ રહી અને આ વિશે કોઈને પણ કહ્યું નહીં અને આજે પણ હું વાત કરવા માટે તૈયાર નથી કારણ કે આ શોએ મને નામ, પ્રસિદ્ધિ, પૈસા બધું આપ્યું છે અને હું તેની ખૂબ આભારી છું. પરંતુ આટલા વર્ષોમાં મેં જે કંઈ પણ સહન કર્યું છે તે વિશે લોકોને તેના વિશે ખબર હોવી જોઈએ. તારક મહેતામાં દરેક વ્યક્તિ બંધુઆ મજૂર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)