(Source: ECI/ABP News/ABP Majha)
Bollywood : આ અભિનેત્રી બની લૂંટનો શિકાર, કેબ ડ્રાઈવર સામાન લઈને છૂ થઈ ગયો
ઉર્ફી જાવેદે આગામી ટ્વીટમાં જણાવ્યું હતું કે, તે વ્યક્તિ બરાબર ચાલી પણ શકતો નહોતો. પહેલા તેણે તે જગ્યા વિશે ખોટું કહ્યું કે, તે પાર્કિંગમાં હતો. ત્યાર બાદ મારો મિત્ર સતત ફોન કરતો રહ્યો.
Actress Urfi Javed angry : ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ જે ઘણીવાર પોતાના કપડાના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે ઉર્ફી કપડા નહીં પણ અન્ય બાબતને લઈને ચર્ચાનો વિષય બની છે. ટીવી અભિનેત્રી લૂંટનો ભોગ બની છે. ઉર્ફીને એક કેબ ડ્રાઈવર લૂંટીને ભાગી ગયો હતો. આ ઘટના રાજધાની દિલ્હીમાં ઘટી હતી.
ઉર્ફી જાવેદે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે કહ્યું હતું કે, તે દિલ્હી આવી હતી. આ દરમિયાન તેણે ઉબેર એપ પરથી કેબ લીધી. પરંતુ તેને અત્યંત ખરાબ અનુંભવ થયો હતો. ડ્રાઈવર તેના સામાન સાથે ગુમ થઈ ગયો હતો. જોકે તે ભારે મુશ્કેલીથી પાછો આવ્યો તો આવ્યો પણ તે નશામાં હતો. કેબનો અનુભવ શેર કરતાં, ઉર્ફી જાવેદે ટ્વિટર પર ફરિયાદ કરી હતી. આ સાથે તેના તમામ ચાહકોએ પણ કેબ સર્વિસ પર પ્રતિક્રિયા આપી હતી.
ઉર્ફી જાવેદે ટ્વિટર પર કેબનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું હતું કે- મને ઉબેર કેબ સર્વિસનો ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. હું દિલ્હીમાં હતી. મેં છ કલાક માટે કેબ બુક કરાવી હતી. એરપોર્ટ પર પાછા ફરતી વખતે હું લંચ માટે રોકાઈ હતી. આ દરમિયાન ડ્રાઈવર મારો સામાન લઈને રફુચક્કર થઈ ગયો હતો. મારા એક મિત્રએ આ દરમિયાન મને મદદ કરી અને બાદમાં એક કલાક બાદ આખરે ડ્રાઈવર પાછો ફર્યો હતો. પાછો ફરેલો ડ્રાઈવર સંપૂર્ણપણે નશામાં હતો.
ઉર્ફી જાવેદે જણાવ્યું કે ડ્રાઈવર નશામાં હતો
ઉર્ફી જાવેદે આગામી ટ્વીટમાં જણાવ્યું હતું કે, તે વ્યક્તિ બરાબર ચાલી પણ શકતો નહોતો. પહેલા તેણે તે જગ્યા વિશે ખોટું કહ્યું કે, તે પાર્કિંગમાં હતો. ત્યાર બાદ મારો મિત્ર સતત ફોન કરતો રહ્યો. પરંતુ ડ્રાઈવર એક જ લોકેશન પર હતો. તે પોતાના લોકેશન પરથી હટતો પણ નહોતો.
ઉર્ફી જાવેદે કહ્યું- કંઈક કરો, મહિલાઓની સુરક્ષાનો સવાલ છે
આ ઉપરાંત ઉર્ફી જાવેદે પણ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જ્યાં તેણે કહ્યું હતું કે, ઉબેર પ્લીઝ કંઈક કરો. આ મહિલાઓની સુરક્ષાની વિરુદ્ધ છે. મને ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. પહેલા ડ્રાઈવર મારો સામાન લઈને ભાગી ગયો અને પછી બે કલાક પછી પીધેલી હાલતમાં પાછો ફર્યો. ઉર્ફીના ટ્વીટ બાદ કંપનીનો જવાબ પણ આવ્યો અને તેણે ઉર્ફીની માફી માંગી હતી.