શોધખોળ કરો
Advertisement
ટેલિવૂડની આ જોડી હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલમાં જોવા નહીં મળે? જાણો કોણ છે
કાર્તિક અને નાયરાની જોડીએ ધૂમ મચાવી દીધી છે. લગભગ 10 વર્ષથી ચાલતાં આ શોમાં હાલમાં એક મોટા ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે.
મુંબઈ: ટીવી પર ચાલતા સૌથી પોપ્યુલર શોમાં કંઈક ને કંઈક રોજ નવું જાણવા મળતું હોય છે. તો હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાની વાપસીને લઈ ઢોલ વાગી રહ્યા છે. પરંતુ દયાની એન્ટ્રી થતી નથી. એવી જ રીતે હવે ટેલિવિઝનના પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ કંઈક નવો જ કાંડ થવા જઈ રહ્યો છે.
લાંબા સમયથી ચાહકોના દિલ પર આ શો રાજ કરી રહ્યો છે. કાર્તિક અને નાયરાની જોડીએ ધૂમ મચાવી દીધી છે. લગભગ 10 વર્ષથી ચાલતાં આ શોમાં હાલમાં એક મોટા ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. શોમાં મોટો લીપ આવવા જઈ રહ્યો છે અનેત્યાર બાદ કદાચ ચાહકોને સીરિયલમાં કાર્તિક અને નાયરા જ નહીં જોવા મળે. આ વિશેની હિન્ટ શોના પ્રોડ્યુસર રાજન શાહીએ આપી છે.
ટીવી પ્રોડ્યુસર રાજન શાહીએ ગુરૂવારે એક પોસ્ટ મૂકી હતી ત્યાર બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. રાજન શાહીએ કોઈએ સ્પષ્ટતા કર્યાં વગર જ કહ્યું હતું કે, ફેબ્રુઆરી 2020માં સૌથી મોટા શોમાં સૌથી મોટો લીપ આવશે.
રિપોર્ટ પ્રમાણે, લીપ બાદ સીરિયલમાં કાર્તિક અને નાયરા જોવા મળશે નહીં. રાજન શાહીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ફેબ્રુઆરી 2020માં સૌથી મોટા શોમાં સૌથી મોટો લીપ આવવાનો છે. કોઈપણ માણસ શોથી તો મોટું નથી જ હોતું. હવે એક છેલ્લો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
મહત્વની વાત કરીએ તો, ફેબ્રુઆરી 2020માં ફ્રેશ ટીમ સાથે શો આગળ વધશે. હું જૂની ભૂલ ફરી કરવા માંગતો નથી. કેમેરાની પાછળ રહેલી મારી ટીમને ફેબ્રુઆરીમાં થનારી નવી શરૂઆત માટે ઓલ ધ બેસ્ટ. મારી ફેવરિટ જોડીની નવી પેઢી. હવે આ પોસ્ટ બાદ કાર્તિક-નાયરાના ચાહરો ખુબ નારાજ છે. તેઓ શોમાં કાયમ લીડ એક્ટર્સ તરીકે કાર્તિક-નાયરાને જ જોવા માગતાં હતાં પરંતુ એની શક્યતા ઓછી જોવા મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement