ઈંડિયાઝ ગૉટ ટેલેન્ટના કંટેસ્ટેંટે કંઈક એવું કર્યું કે, શૉમાં અધવચ્ચેથી જ ઉઠીને જતી રહી કિરણ ખેર, જુઓ વીડિયો
રિયાલીટી શો ઈંડિયાઝ ગૉટ ટેલેન્ટ છેલ્લા ઘણા સમયતી હેડલાઈનમાં છવાયેલો છે. શોમાં દર અઠવાડિયે સ્પેશ્યલ સેલિબ્રટી મહેમાન તરીકે પહોંચે છે.
રિયાલીટી શો ઈંડિયાઝ ગૉટ ટેલેન્ટ છેલ્લા ઘણા સમયતી હેડલાઈનમાં છવાયેલો છે. શોમાં દર અઠવાડિયે સ્પેશ્યલ સેલિબ્રટી મહેમાન તરીકે પહોંચે છે. આ અઠવાડિયે ઈંડિયાઝ ગોટ ટેલેન્ટના મંચ પર બોલીવૂડ એક્ટર જોન અબ્રાહમની ધમાકેદાર એન્ટ્રી થઈ ચે. જોનની સાથે આ શોમાં જેક્લીન ફર્નાનિંડસ અને રકુલ પ્રિત સિંહ પણ પોતાનો જલવો બતાવશે. આ બધાની વચ્ચે ઈંડિયાઝ ગૉટ ટેલેન્ટનો એક એવો વીડિયો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે દંગ રહી જશો.
શોના મેકર્સે ઈંડિયાઝ ગૉટ ટેલેન્ટના વિકેંડ એપિસોડનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પ્રોમો વીડિયોમાં 'અટેક' ફિલ્મની સ્ટાર કાસ્ટ શોમાં મહેમાન તરીકે પહોંચી હોવાનું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જોન અબ્રાહમ શોના કંટેસ્ટન્ટને સ્ટંટ કરતા જોઈ રહ્યો છે. કંટેસ્ટન્ટ પોતાના કરતબથી બધાને આશ્ચર્યમાં મુકી દે છે.
View this post on Instagram
આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, જોન અબ્રાહમ હોય કે બાદશાહ આ સ્ટંટ જોઈને બધા આશ્ચર્યમાં મુકાઈ જાય છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તો આ સ્ટંટ જોઈને ચીખો પાડતી દેખાય છે. કિરણ ખેર તો કંટેસ્ટન્ટના આવા ખતરનાક સ્ટંટથી એવી તો ડરી જાય છે કે પોતાની ખુરશી પરથી ઉભી થઈને ચાલતી પકડી લે છે અને આવા સ્ટંટ જોઈ પણ નથી શકતી. ટૂંકમાં કહીએ તો આ એપિસોડમાં હેરતંગેજ કારનામા અને મસ્તી જોવા મળવાની છે.