(Source: ECI/ABP News/ABP Majha)
Nitesh Pandey Death:'અનુપમા' ફેમ નિતેશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Nitesh Pandey Death: 'અનુપમા' ફેમ નિતેશ પાંડેનું 51 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે.
Nitesh Pandey Passes Away: બુધવારની સવાર ટીવી ઈન્ડસ્ટ્રી માટે આઘાતજનક રહી. 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે, ત્યારે આ સમાચારના થોડા કલાકો બાદ જ જાણીતા ટીવી અભિનેતા નિતેશ પાંડેના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. અભિનેતાનું 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટ બાદ અવસાન થયું છે. નિતેશ સિરિયલ 'અનુપમા'માં ધીરજ કપૂરનો રોલ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિતેશને મંગળવારે બપોરે 2 વાગ્યે નાસિક નજીક ઇગતપુરીમાં કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. તે અહીં શૂટિંગ માટે આવ્યો હતો. કાર્ડિયાક અરેસ્ટ પછી તરત જ નિતેશનું અવસાન થયું હતું.
View this post on Instagram
નિતેશના સાળાએ અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી હતી
ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ નિતેશના સાળા, નિર્માતા સિદ્ધાર્થ નાગરે અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. નાગરે કહ્યું, "હા તમે સાચું સાંભળ્યું. મારા બ્રધર ઇન લો હવે નથી. મારી બહેન અર્પિતા પાંડે આઘાતમાં છે. નિતેશના પિતા તેનો મૃતદેહ લેવા ઇગતપુરી જવા રવાના થયા છે. તે બપોર સુધીમાં અહીં પહોંચી જશે. "અમે બિલકુલ સંપૂર્ણ સુન્ન થઈ ગયા છીએ. આ ઘટનાપછી હું અર્પિતા સાથે વાત પણ કરી શક્યો નથી.
View this post on Instagram
સિદ્ધાર્થે વધુમાં કહ્યું કે, "હું પણ ઇગતપુરી જઈ રહ્યો છું, હું અત્યારે ટ્રેનમાં છું. જ્યારે મેં આ વિશે સાંભળ્યું ત્યારે હું દિલ્હીથી પાછો આવી રહ્યો હતો. નિતેશ મારા કરતાં ઘણો નાનો હતો. તે ખૂબ જ જિંદાદિલ વ્યક્તિ હતો અને મને નથી લાગતું કે તેને કોઈ હ્રદય રોગની હિસ્ટ્રી હતી.
નિતેશે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું
નિતેશના પહેલા લગ્ન અશ્વિની કાલસેકર સાથે થયા હતા. નિતેશ 'ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખના આસિસ્ટન્ટની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. નિતેશે ઘણી ફિલ્મો 'દબંગ 2', 'ખોસલા કા ઘોસલા' અને ટીવી સિરિયલોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. હાલમાં તે 'ઇન્ડિયાવાલી મા', 'અનુપમા'માં કામ કરી રહ્યો હતો.