'તારક મહેતા'શૉએ કરી મોટી ભૂલ, ઇન્ટરનેટ પર લોકો આપવા લાગ્યા ગાળો તો મેકર્સે તાત્કાલિક શું કર્યુ, જાણો વિગતે
તારક મહેતા સીરિયલમાં એક વિવાદ લોકપ્રિય ગાયક અને જાણીતી હસ્તી સ્વર્ગસ્થ લત્તા મંગેશકર સાથે જોડાયેલો છે.
મુંબઇઃ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર વિવાદોમાં ફંસાઇ છે, આવ વખતે ભૂલ શૉના કોઇ પાત્રએ, નિવેદનથી કે પૉસ્ટના કારણે નહીં પરંતુ ખુદ મેકર્સની થઇ છે. મેકર્સની એક મોટી ભૂલ જાહેરમાં આવી છે, જેના કારણે લોકો ગુસ્સે ભરાયા છે.
શું છે ભૂલ ને શુ થઇ રહ્યો છે વિવાદ -
તારક મહેતા સીરિયલમાં એક વિવાદ લોકપ્રિય ગાયક અને જાણીતી હસ્તી સ્વર્ગસ્થ લત્તા મંગેશકર સાથે જોડાયેલો છે. શૉના તાજેતરના એપિસોડમાં, સ્વર્ગસ્થ લતા મંગેશકરના ફેમસ ગીત 'એ મેરે વતન કે લોગોં'નું રિલીઝ વર્ષ 1965 બતાવવામાં આવ્યુ હતુ, જે ખરેખરમાં મોટી ભૂલ છે.
જોકે, બાદમાં સમગ્ર ટીમ વતી ખુદ મેકર્સે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો હતો અને દર્શકોની માફી માંગી લીધી હતી. મેકર્સે એ અંગે જાહેરમાં માફી માંગતા એક મોટુ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યુ હતુ. જેમાં કહ્યું - અમે અમારા દર્શકો, શુભેચ્છકો અને ચાહકોની માફી માંગીએ છીએ. તાજેતરના એપિસોડમાં, અમે ભૂલથી લતા મંગેશકર દ્વારા ગાયેલા ગીત 'એ મેરે વતન કે લોગ'ના રિલીઝના વર્ષનો ઉલ્લેખ 1965 તરીકે કર્યો હતો, જ્યારે ગીત 26 જાન્યુઆરી, 1963ના રોજ રિલીઝ થયું હતું. અમે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાનું વચન આપીએ છીએ. અમે તમારા પ્રેમ અને સમર્થન માટે આભારી છીએ.
View this post on Instagram
આ પણ વાંચો........
Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન
Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો
ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ