શોધખોળ કરો
‘Saath Nibhana Saathiya 2’ની આ જાણીતી અભિનેત્રીએ સીરિયલ છોડી, 7 નવેમ્બરે કરશે અંતિમ એપિસોડનું શૂટિંગ
ટીવી શો ‘સાથ નિભાના સાથિયા-2’માં કોકિલાબેનના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે.

મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘સાથ નિભાના સાથિયા-2’માં કોકિલાબેનના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ‘સાથ નિભાના સાથિયા-2’માં કોકિલાબેનના પાત્રથી ફેમસ થયેલા રૂપલ પટેલે સોશિયલ મીડિયા મારફતે ખુલાસો કર્યો કે તેઓ જલ્દી જ આ શોને અલવિદા કહી દેશે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન રૂપલ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સીઝન-2 માં કોકીની ભૂમિકા હવે સમાપ્ત થઈ રહી છે અને મને આ વાતની ખુશી છે કે, પહેલી સીઝનની જેમ જ બીજી સીઝનમાં પણ કોકીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે મારો સફર પૂરો થવા જઈ રહ્યો છે. હું મારા ફેન્સની ખૂબજ આભારી છું.View this post on InstagramDo behad pratibhaashaalee aur khoobasoorat ladake @khilji_nazim @vishal.singh786
રૂપલ પટેલે વધુમાં જણાવ્યું કે, કોકોની ભૂમિકા હંમેશા-હંમેશા માટે એગ્ઝિટ થઈ ચૂકી છે. તેની વાપસી હવે ફરી આ શોમાં નહીં થાય. હાં, પરંતુ રૂપલ પટેલની વાપસી નાના પડદા પર અવશ્ય થશે. ફરી કોકીને ભજવવું મારા માટે ખૂબજ સારો અનુભવ રહ્યો અને 8 વર્ષ એક રોલ ભજવ્યા બાદ ફરી એ ભૂમિકા ભજવવી મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ શરૂઆતથી જ નક્કી હતું કે, કોકીનો રોલ એક મહિના માટે જ હતો.
વધુ વાંચો
Advertisement





















