શોધખોળ કરો

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Middle Class Relief: તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે, મધ્યમ વર્ગ મુશ્કેલીમાં છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના ફુગાવાના દરના આંકડા દર્શાવે છે કે, સામાન્ય લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજ વધ્યો છે. ઑક્ટોબર 2024 માં, છૂટક ફુગાવો 6.21 ટકાના 14 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે

Middle Class Relief: નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ થવામાં હવે અઢી મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બજેટ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ કરવામાં આવશે. આવતા મહિનાથી નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને લઈને પરામર્શનો રાઉન્ડ શરૂ કરશે. આ પહેલા નાણામંત્રીએ મધ્યમ વર્ગને રાહત આપવા અંગે મોટા સંકેતો આપ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝરની પોસ્ટના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, અમે તમારી ચિંતાઓથી વાકેફ છીએ. નાણામંત્રીએ લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એક પ્રતિભાવશીલ સરકાર છે જે લોકોનો અવાજ સાંભળે છે અને તેમને ઉકેલ પણ આપે છે.

મધ્યમ વર્ગને રાહત આપવા અપીલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તુષાર શર્મા નામના યુઝરે પોતાની પોસ્ટમાં નાણા મંત્રી સીતારમણને ટેગ કર્યા છે હું તમને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે, મધ્યમ વર્ગને થોડી રાહત આપવા અંગે વિચાર કરો. યુઝરે આગળ લખ્યું, હું આમાં સામેલ પડકારોને સારી રીતે સમજું છું, પરંતુ આ માટે મારી હાર્દિક વિનંતી છે.

નાણામંત્રી, અમે ચિંતાઓથી વાકેફ છીએ

તુષાર શર્માની આ પોસ્ટ પર નાણામંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી. નિર્મલા સીતારમણે લખ્યું, આ શબ્દો અને તમારી સમજ માટે હું તમારો આભાર માનું છું. હું તમારી ચિંતાઓને ઓળખું છું અને પ્રશંસા કરું છું. નાણામંત્રીએ લખ્યું, વડાપ્રધાન મોદીની સરકાર એક જવાબદાર સરકાર છે જે લોકોનો અવાજ અને તેમની લાગણીઓ સાંભળે છે અને તેમને ઉકેલ પણ આપે છે. યુઝરનો આભાર માનતા નાણામંત્રીએ લખ્યું, તમારું ઇનપુટ ખૂબ મૂલ્યવાન છે.

મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજ

તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે, મધ્યમ વર્ગ મુશ્કેલીમાં છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના ફુગાવાના દરના આંકડા દર્શાવે છે કે, સામાન્ય લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજ વધ્યો છે. ઑક્ટોબર 2024 માં, છૂટક ફુગાવો 6.21 ટકાના 14 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 11 ટકાના 10.87 ટકાની આસપાસ છે. નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે, ઘણી FMCG કંપનીઓએ જણાવ્યું હતું કે ઊંચા ફુગાવાના કારણે શહેરી વિસ્તારોમાં FMCG અને ખાદ્ય પદાર્થોની માંગમાં ઘટાડો થશે.

મધ્યમ વર્ગ મુશ્કેલીમાં!

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને નેસ્લે ઈન્ડિયાના મેનેજમેન્ટે માંગમાં ઘટાડો સ્વીકાર્યો છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શહેરી બજારોમાં FMCG માંગમાં ઘટાડો થયો છે. નેસ્લે ઈન્ડિયાને પણ શહેરી વિસ્તારોમાં માંગમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા મધ્યમવર્ગે તેમના ખર્ચાઓમાં ઘટાડો કર્યો છે. સુરેશ નારાયણે કહ્યું કે, જેની પાસે પૈસા છે તે લોકો મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યા છે. પરંતુ મધ્યમવર્ગ મોંઘવારીની મારમાં પિસાઇ રહ્યો  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમHun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
બેંગલુરુમાં મેટ્રોની કામગીરીના કારણે ફ્લાયઓવર બંધ, રિંગ રોડ પર સર્જાયો ટ્રાફિક
બેંગલુરુમાં મેટ્રોની કામગીરીના કારણે ફ્લાયઓવર બંધ, રિંગ રોડ પર સર્જાયો ટ્રાફિક
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
Embed widget