શોધખોળ કરો
Advertisement
'અંજલિ મહેતા' બાદ 'રોશન સિંહ સોઢી'એ પણ છોડી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ, હવે આ એક્ટર બનશે સોઢી
અંજલિ મેહતાની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ નેહા મેહતાએ 12 વર્ષ બાદ આ શૉને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે બીજી એક મોટી ખબર આવી છે કે શૉમાં રોશન સિંહ સોઢીનુ પાત્ર ભજવનાર ગુરચરણ સિંહ પણ હવે શૉનો ભાગ નહીં રહે
મુંબઇઃ દર્શકોનો સૌથી મનપસંદ અને લોકપ્રિય શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને લઇને એક મોટી ખબર સામે આવી હતી, કે શૉમાં અંજલિ મેહતાની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ નેહા મેહતાએ 12 વર્ષ બાદ આ શૉને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે બીજી એક મોટી ખબર આવી છે કે શૉમાં રોશન સિંહ સોઢીનુ પાત્ર ભજવનાર ગુરચરણ સિંહ પણ હવે શૉનો ભાગ નહીં રહે.
એબીપી હિન્દી વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, રિપોર્ટનુ માનીએ તો ગુરચરણની જગ્યાએ હવે સોઢીની ભૂમિકા બલવિંદર સિહ સૂરી નિભાવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ એક્ટર ગુરચરણ સિંહના પિતાની સર્જરી થઇ છે, જેના કારણે તે શૂટિંગ પર ન હતો જઇ શકતો, આવામાં મેકર્સ ઇચ્છતા હતા કે તે જલ્દી શૂટિંગ કરે. પરંતુ ગુરચરણ પોતાના પિતા સાથે સમય વિતાવવા માંગતો હતો એટલા માટે તે શૉમાંથી બ્રેક લઇ રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર બલવિંદર સિંહે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ પણ કરી દીધુ છે. જોકે મેકર્સે ઘણા સમય સુધી ગુરચરણ સિંહના રાહ જોઇ પરંતુ પિતાની સર્જરીના કારણે તે સેટ પર ના આવી શક્યો.
નોંધનીય છે કે, એક્ટર બલવિંદર સિંહ જે સોઢીની ભૂમિકા નિભાવવાનો છે, તેને ફિલ્મ દિલ તો પાગલ હે માં શાહરૂખ ખાનના મિત્રની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત બલવિન્દર ફિલ્મ ધમાલમાં પણ કામ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement