Happy Birthday Kapil Sharma: સુનીલ ગ્રોવરે કપિલ શર્માને પાઠવી શુભેચ્છા, સુમોનાએ પોતાના 'પાર્ટનર' માટે લખી આ ખાસ પોસ્ટ
આ જન્મદિવસ તેના માટે ખાસ છે કારણ કે આ જન્મ દિવસ તે પોતાના બીજા બાળક સાથે પ્રથમ વખત ઉજવી રહ્યો છે. કપિલના જન્મદિવસ પર તેના ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રોએ જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.
મુંબઈ: કોમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્મા (Kapil sharma)40 વર્ષનો થઈ ગયો છે. તેણે બે એપ્રિલે પોતાની પત્ની ગિન્ની અને બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ જન્મદિવસ તેના માટે ખાસ છે કારણ કે આ જન્મ દિવસ તે પોતાના બીજા બાળક સાથે પ્રથમ વખત ઉજવી રહ્યો છે. કપિલના જન્મદિવસ પર તેના ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રોએ જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.
ધ કપિલ શર્મા શો(The kapil sharma show)માં ભૂરીની ભૂમિકા નિભાવનારી સુમોના ચક્રવર્તીએ કપિલને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી છે. બંનેએ સાથે કોમેડી સર્કસ, કૉમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં કામ કરી ચૂક્યા છે. સુમોનાએ બે અલગ-અલગ શોની તસવીરો શેર કરી અને શુભેચ્છાઓ આપી છે.
અહીં જુઓ સુમોના ચક્રવર્તીનું ટ્વિટ
સુમોના-કૃષ્ણા અભિષેકે આપી શુભેચ્છા
સુમોના(Sumona)એ લખ્યું, 'જન્મદિવસની શુભકામનાઓ પાર્ટનર કપિલ શર્મા....ફોન કેમ સ્વિચ ઓફ છે ? પછી ના કહેવું મે ફોન નહોતો કર્યો.' કૃષ્ણા અભિષેકે પણ કપિલ સાથે એક થ્રોબૈક તસવીર શેર કરી છે. તેમણે લખ્યું, 'જન્મદિવસરની હાર્દિક શુભેચ્છાઓ કપિલ. તમે જે ઈચ્છો તે બધુ જ લાઈફમાં મળે.'
સુનીલ ગ્રોવરે આપી શુભેચ્છા
કૃષ્ણાએ આગળ લખ્યું, હંમેશા હસતા રહો અને પોતાની અદ્ભુત પ્રતિભાથી દુનિયાને હસાવતા રહો. સુનીલ ગ્રોવરે પણ કપિલ શર્માને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેણે ટ્વિટમાં લખ્યું, 'જન્મદિવસની શુભકામનાઓ કપિલ શર્મા. શુભકામનાઓ અને પ્રેમ, ખુશ અને સ્વસ્થ રહો પાજી.' કપિલના જન્મદિવસ પર તેના ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રોએ જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.
સુનીલ(Sunil)ની આ શુભેચ્છાઓ બાદ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે આવનારા સમયમાં ધ કપિલ શર્મા (Kapil sharma)શોની નવી સીઝનમાં સુનીલ ગ્રોવર પરત ફરી શકે છે. હાલમાં કૃષ્ણા અભિષેકે(Krushna abhishek) એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે કૉમેડી શો મેમાં ઓન એર થશે.