શોધખોળ કરો
તારક મહેતા ફેમ આ અભિનેત્રીએ 6 મહિનામાં ઘટાડ્યું 17 કિલો વજન, ટ્રાન્સફોર્મેશન જોઈ ચોંકી જશો
તારક મહેતા ફેમ આ અભિનેત્રીએ 6 મહિનામાં ઘટાડ્યું 17 કિલો વજન, ટ્રાન્સફોર્મેશન જોઈ ચોંકી જશો

અભિનેત્રી દીપ્તિ સાધવાણી
1/9

Deepti Sadhwani Transformation: દિપ્તી સાધવાણીએ પોતાની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી છે. તેણે 6 મહિનામાં 17 કિલો વજન ઘટાડીને ચાહકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રી દીપ્તિ સાધવાણી તેના ટ્રાન્સફોર્મેશનને લઈ સમાચારમાં છે. વજન ઘટાડવાની સાથે દિપ્તીએ પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું હતું. તેણે 6 મહિનામાં 17 કિલો વજન ઘટાડ્યું છે.
2/9

દિપ્તીએ તેના વજન ઘટાડવા વિશે કહ્યું - તે સરળ નહોતું. એવા ઘણા દિવસો આવ્યા જ્યારે મને છોડવાનું મન થયું. પરંતુ મેં મારી જાતને યાદ કરાવ્યું કે દરેક નાનું પગલું મહત્વપૂર્ણ છે. પ્રગતિ ધીમી હતી પરંતુ સતત વજન ઘટી રહ્યું હતું.
3/9

દિપ્તીએ પોતાના રૂટિન વિશે જણાવ્યું- 'મેં ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ બંધ કરી દીધા હતા. આ સાથે મેં ગ્લુટેન ફ્રી ડાયટ લેવાનું શરૂ કર્યું.
4/9

તેણે કહ્યું, 'મેં 16 કલાક સુધી સ્ટ્રિક્ટ ઈન્ટમિટેન્ટ ઉપવાસ કર્યા. આ સાથે કેલરીને લઈને પણ ઘણી કાળજી લેવામાં આવી હતી. સંતુલિત આહારની સાથે મેં ક્યારેક ક્યારેક ચીટ ડેઝ પણ રાખ્યા.
5/9

તેણે જણાવ્યું કે તે યોગા, બોક્સિંગ અને સ્વિમિંગ કરતી હતી. દિપ્તીનો અભિગમ માત્ર શારીરિક પરિવર્તન જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને ઊર્જાની પણ કાળજી લેવાનો હતો.
6/9

તમને જણાવી દઈએ કે દિપ્તી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેણી તેના ગ્લેમરસ લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરતી રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિઝલિંગ ફોટાઓથી ભરેલું છે.
7/9

દિપ્તી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ છે. કાંસ 2024માં તેના પોતાના લુક્સથી બધાને દિવાના બનાવ્યા હતા.
8/9

દિપ્તી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે જાણીતી છે. તેણે Hasya Samratમાં પણ કામ કર્યું છે. તે બે ફિલ્મો પણ કરી ચૂકી છે.
9/9

(તમામ તસવીરો દિપ્તી સાધવાણી-ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Dec 2024 06:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
