શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા કા.......' ના બાપુજીના આ ડાયલૉગ પર થઇ હતી બબાલ, હવે લેખિતમાં મનસે પાસે માંગી માફી
જેઠાલાલના બાપુજી એટલે કે એક્ટર અમિત ભટ્ટના એક ડાયલૉગથી બબાલ મચી ગઇ, અને રાજ ઠાકરેની મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ તેમની પાસે લેખિતમાં માફી માગવાની માંગ કરી હતી
મુંબઇઃ ટીવીના સૌથી પૉપ્યૂલર કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી લોકોને હસાવી રહ્યો છે. હવે આના જેઠાલાલના બાપુજી એટલે કે એક્ટર અમિત ભટ્ટના એક ડાયલૉગથી બબાલ મચી ગઇ, અને રાજ ઠાકરેની મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ તેમની પાસે લેખિતમાં માફી માગવાની માંગ કરી હતી. બાદમાં એક્ટર અમિત ભટ્ટે લેખિતમાં માફી માગતા બધુ બરાબર થઇ ગયુ હતુ.
ખરેખરમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસૉડ દરમિયાન બાપુજી (અમિત ભટ્ટ)એ કહ્યું હતું કે, અમારુ ગોકુલધામ મુંબઇમાં છે, અને મુંબઇની રોજિંદી ભાષા હિન્દી છે, એટલા માટે અમે હિન્દીમાં 'સુવિચાર' લખીએ છીએ. આ વાતને લઇને બબાલ મચી ગઇ હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સિનેમા વિંગના અધ્યક્ષ અમેય ખોપકરે તેમને સાર્વજનિક રીતે માફી માંગવાનુ કહ્યું હતુ, કેમકે તેમને લાગ્યુ કે આ મરાઠી ભાષાનુ અપમાન કરી રહ્યાં છે. બાદમાં મનસેના કાર્યકર્તાઓ અમિત ભટ્ટના ઘરે પહોંચી ગયા હતા અને એક્ટરે માફી માંગી હતી.
View this post on Instagram
@mnsadhikrut @LoksattaLive @mataonline @abpmajhatv @News18lokmat @zee24taasnews @JaiMaharashtraN @saamTVnews @TV9Marathi @pudharionline @MiLOKMAT @PlanetMarathi @rajupatilmanase @Dev_Fadnavis @ShelarAshish @_abhi121 @abhijitpanse @SandeepDadarMNS pic.twitter.com/sOjiIHb6Ek
— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement