TMKOC: ‘તારક મહેતા’ની વધુ એક એક્ટ્રેસે બેડરૂમના ફોટા શેર કર્યા, જાણો શું કહ્યું ટ્રોલર્સને?
TMKOC Priya Ahuja On Trolls: તારક મહેતાની વધુ એક અભિનેત્રીએ બેડરૂમના હોટ ફોટા શેર કર્યા છે. જે બાદ ટ્રોલર્સ દ્વારા અભિનેત્રીને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી.
Taarak Mehta Ka Ooltah Chashmah Rita Reporter Aka Priya Ahuja On Trolls : ટીવી હોય કે બોલીવુડ, સ્ટાર્સને તેમની એક્ટિંગ અને ફેશન માટે પ્રેમ મળે છે, પરંતુ તેની સાથે તેઓ ટ્રોલ પણ થાય છે. ઘણા સ્ટાર્સ અવારનવાર તેમના શરીર અને કેટલાક તેમના ડ્રેસ માટે ખરાબ રીતે ટ્રોલ થાય છે. અનેક સેલેબ્સ તેમના પહેરવેશ અથવા વિચિત્ર સ્ટાઈલના લીધે અવારનવાર ટ્રોલ થતાં રહે છે અને તેમાંય ખાસ કરીને અભિનેત્રીઓ તેમના પોશાકને લીધે ટ્રોલર્સનો શિકાર બને છે અને પછી તેઓને તે વિશે સ્પષ્ટતા કરવી પડે છે. ત્યારે ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરનો રોલ કરીને ફેમસ થયેલી પ્રિયા આહુજા સાથે પણ કંઈક આવું જ થયું હતું. હાલમાં જ તે તેના લુકને કારણે ટ્રોલ થઈ હતી. રીટા રિપોર્ટરને તેના કપડા માટે ટ્રોલ કરવામાં આવી હતી.
પ્રિયા આહુજાએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો
પ્રિયા આહુજાએ આ તસવીર શેર કરતાની સાથે જ તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યા હતા. જો કે કેટલાક ટ્રોલર્સે તેની ખૂબ ટીકા કરી હતી. પ્રિયા તેના ડ્રેસ માટે એટલી ટ્રોલ થઈ હતી કે તેણે તેનો જવાબ આપવો પડ્યો હતો. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી જેમાં કહ્યું કે આ નોટ મને ટ્રોલ કરતાં ટ્રોલર્સ માટે: બસ એ જ કહેવા માંગીશ કે તમે મારા માટે શું વિચારો છો મને તેનાથી કોઈ જ ફરક પડતો નથી. તમારામાંથી ઘણાએ કોમેન્ટમાં માલવનું (પ્રિયાનો પતિ અને તારક મહેતાના ડાયરેક્ટર) નામ લખ્યું છે. અને કહ્યું છે કે તે મને આવા કપડાં કઈ રીતે પહેરવા દે છે.
વાસ્તવમાં એવું બન્યું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ પ્રિયા આહુજાએ થોડા સમય પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો બેડરૂમનો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં પ્રિયા બેડ પર બેઠી છે અને સાટિન ડ્રેસને લપેટીને પોઝ આપી રહી છે. આ તસવીર શેર કરતા પ્રિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, "તમે એટલા આત્મવિશ્વાસી બની જાઓ કે કોઇની રાય તમને વિચલિત ના કરી શકે