(Source: ECI/ABP News/ABP Majha)
Sumona Chakravartiએ નાની ઉંમરમાં જ આમિર ખાનની આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડ ડેબ્યું, જુઓ વીડિયો
એ વાત બહુ ઓછા લોકો જ જાણે છે કે, સુમોના ચક્રવર્તીએ પોતાના કરિયરની શરુઆત બોલીવુડ ફિલ્મથી કરી હતી. હાલ તો સુમોના ટીવીના નાના પડદા પર છેલ્લા 10-15 વર્ષથી એક્ટિવ છે.
Sumona Chakravarti Bollywood Debut: સુમોના ચક્રવર્તીની (Sumona Chakravarti) ગણતરી ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાં થાય છે. સુમોનાએ ક્યારેય પોતાની પર્સનલ લાઈફને લઈ હેડલાઈન બનાવી તો ક્ચારેક કપિલ શર્મા (Kapil Sharma) સાથે ફની સંવાદ કરીને ચર્ચામાં રહી હતી. પરંતુ એ વાત બહુ ઓછા લોકો જ જાણે છે કે, સુમોના ચક્રવર્તીએ પોતાના કરિયરની શરુઆત બોલીવુડ ફિલ્મથી કરી હતી. હાલ તો સુમોના ટીવીના નાના પડદા પર છેલ્લા 10-15 વર્ષથી એક્ટિવ છે પરંતુ તેણીએ બાળપણમાં જ ફિલ્મી પડદે પોતાનું ડેબ્યું કરી લીધું હતું.
આમિર અને મનિષાની ફિલ્મથી કર્યું ડેબ્યુંઃ
સુમોનાએ જે ફિલ્મથી બોલીવુડ ડેબ્યુ કર્યુ તે ફિલ્મનું નામ છે "મન". આમિર ખાન (Aamir Khan) અને મનીષા કોઈરાલા (Manisha Koirala) સાથે સુમોના ચક્રવર્તીએ બોલીવુડમાં પગ મુક્યો હતો. સુમોના ચક્રવર્તીની ઉમ્ર એ સમયે ફક્ત 10 વર્ષની હતી. 10 વર્ષની ઉંમરમાં જ સુમોનાએ કેમેરાનો સામનો કર્યો હતો. મન ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્યાં સુમોના ચક્રવર્તીનો સીન છે તેની ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સુમોના ચક્રવર્તીએ મન ફિલ્મમાં પોતાની હાજરીને સાબિત કરવા માટે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સુમોનાએ લખ્યું હતું કે, કોઈ મને પુછે છે કે, શું આ હું છું?, તો હું જણાવી દઉં કે હા હું જ છું.
View this post on Instagram