Rajkot News: ભાજપ અગ્રણી અને PI વચ્ચેના વિવાદમાં પાટીદાર આગેવાન હંસરાજ ગજેરા મીડિયા સમક્ષ આવ્યા
રાજકોટમાં ભાજપ અગ્રણી અને PI વચ્ચેના વિવાદમાં પાટીદાર આગેવાન હંસરાજ ગજેરા મીડિયા સમક્ષ આવ્યા. હંસરાજ ગજેરાએ સ્પષ્ટતા કરી કે પાટીદારોની સંસ્થાઓ વચ્ચે કોઈ હરિફાઈ જેવું નથી. બધી સંસ્થાઓ વડીલોની સૂઝબૂઝ અને માર્ગદર્શનના આધારે કાર્યરત છે. સારા કામ કરવામાં ઘણી વખત પ્રશ્ન ઉભા થાય છે.. પાટીદાર સમાજ મોટો છે ત્યારે કાર્યકરો વધુ હોઈ ત્યારે આવું થઈ શકે. પાટીદાર વડીલો એકત્રિત થઈ સમગ્ર વિવાદનો સુખદ અંત લાવશે. વ્યક્તિ સંસ્થાથી જ ઓળખાય છે. ખોડલધામના કાર્યક્રમમાં અમે પણ રહ્યા છીએ. દરેક આગેવાન અને વ્યક્તિના વિચાર હોય છે. વ્યક્તિગત મામલો, સંસ્થા નિર્જીવ છે. સંસ્થાઓનું મેનેજમેન્ટ કોણ કરે છે તેના ઉપર આધાર રાખે છે. બંને સંસ્થાનું કામ સારું છે અને આગળ પણ કામ શરૂ થઈ રહ્યું છે.





















